દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી.
કયા કયા ક્ષેત્રો પર અસર થઇ?
- Advertisement -
ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.
કઈ એરર દેખાઈ રહી છે?
દુનિયાભરમાં તમામ લોકોની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી દેખાઈ રહી છે. માઈક્રોસોફ્ટના સર્વર ઠપ થવાને કારણે આખી દુનિયામાં બેન્કોથી માંડીને એરલાઇન્સ સુધીની સર્વિસિઝને અસર થઇ છે. કંપનીના ફોર્મ પર પિન મેસેજ અનુસાર ઘણાં વિન્ડોઝ યૂઝરને બ્લૂ સ્ક્રીન ઓફ ડેટ (BSOD) એરર દેખાઈ રહી છે.
- Advertisement -
આ ખામી ક્યારે સર્જાઈ?
આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.
કયા કયા દેશોમાં અસર થઇ?
અમેરિકાના અનેક ભાગોમાં ઈમરજન્સી સેવા 911 ને અસર થઈ છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ હતી.
કઈ ખામી સર્જાઇ?
માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ મુજબ આ ખામીની શરૂઆત એઝર બેકેંડ વર્કલૉડના કોન્ફીગ્રેશનમાં કરેલા એક ફેરફારને કારણે થઈ હતી. જેના લીધે સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ પેદા થયો અને આ કારણે કનેક્ટિવિટી ફેલિયરની સમસ્યા સર્જાઈ.
ક્રાઉડ સ્ક્રાઈકે ભૂલ સ્વીકારી!
માહિતી અનુસાર ક્રાઉડ સ્ક્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે. તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઇ રહી છે.
શું છે આ ખામીનું કારણ?
માહિતી અનુસાર સાઈબર સિક્યોરિટી પ્લેટફોમર્ ક્રાઉડ સ્ટ્રાઈકમાં ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ કહે છે કે સર્વરમાં ખામીને કારણે જ સેવાઓ ઠપ છે. એરપોર્ટ પર ચેક ઈન અને ચેક આઉટ સિસ્ટમ ઠપ થઈ ગઇ છે. બુકિંગ સેવા પણ પ્રભાવિત થઇ છે. જેના લીધે સૌથી વધુ અમેરિકન વિમાન સેવા પર અસર થઇ છે.
વિશ્વની જાણીતી ટીવી ન્યૂઝ ચેનલ પણ બંધ થઈ
માઈક્રોસોફ્ટની આ એરરને કારણે બ્રિટનની જાણીતી સ્કાય ન્યૂઝ પણ ઓફ એર થઈ ગઈ હતી. તો બીજી બાજુ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં પણ આ એરરને કારણે ટેકનિકલ ખામી સર્જાતા અસર થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમુક અન્ય દેશોમાં સુપર માર્કેટ અને મોલમાં પણ સેવાઓ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
બ્રિટનમાં સ્કાય ન્યૂઝનું પ્રસારણ બંધ
માઈક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાને કારણે સ્કાય ન્યૂઝ ચેનલનું બ્રિટનમાં પ્રસારણ બંધ થઈ ગયું છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેનનું કહેવું છે કે ચેનલ આજ સવારથી લાઈવ પ્રસારણ કરી શકી નથી.
ઓસ્ટ્રેલિયન ટેલિકોમ કંપની ટેલસ્ટ્રા ગ્રુપને અસર
ઓસ્ટ્રેલિયન ટેલિકોમ કંપની ટેલસ્ટ્રા ગ્રૂપે કહ્યું કે તે પણ વિક્ષેપનો સામનો કરી રહી છે. કંપનીએ કહ્યું, અમારી કેટલીક સિસ્ટમ્સ માઇક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાથી પ્રભાવિત છે. આ સમસ્યા અમારા કેટલાક ગ્રાહકો માટે થોડી વિક્ષેપ પેદા કરી રહી છે અને અમે તમારી ધીરજ બદલ આભાર માનીએ છીએ.