દિલ્હીની હવા દિવસેને દિવસે ઝેરી અને ખતરનાક બનતી જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો છે. છતાં પણ પાડોશી રાજ્યોમાં પરાલી બાળવામાં આવી રહી છે. જેના કારણે આવનારા દિવસોમાં દિલ્હીની હવા વધુ પ્રદુષિત બનતી જશે.
દિલ્હીમાં હવાના પ્રદુષણ માટે દિવાળીના સમયે ફોડવામાં આવેલા ફટાકડા અને પરેલી મુખ્ય કારણ છે. સિસ્ટમ ફોર એર ક્વોલિટી એન્ડ વેધર ફઓરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના અનુસાર દિલ્હીમાં AQI 354ની શ્રેણીમાં છે. નોયડામાં AQI 406ના ગંભીર સ્તર પર છે. છેલ્લા 10 મહિના પછી AQI 400 ના આંકને પણ પાર કરી જશે. આના પહેલાના વર્ષ 2 જાન્યુઆરીના રોજ 404 પર હતો. ફરીદાબાદ અને ગ્રેટર નોઇડાની હવા અતિ પ્રદુષિત જયારે બીજી જગ્યા પર ગંભીરની શ્રેણીમાં છે.
- Advertisement -
કેટલાય લોકોને શ્વાસ લેવામાં તકલીફ
દિલ્હીની પ્રદુષિત હવાના કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ડોક્ટર પણ લોકોને ઘરની બહાર નિકળવા પર મનાઇ ફરમાવી રહ્યા છે. દિલ્હીના છવાયેલા ઝાકળના કારણે લોકો મોર્નિંગ અને ઇવનિંગ વોક પર જવા માટે પણ ટાળી રહ્યા છે.