અમદાવાદ, કેશોદ, દીવ ફલાઇટ શરૂ કરવા નવા આદેશ સુધી ટિકિટ બુકીંગ નહીં થાય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
ઓપરેશન સિંદૂરના પ્રારંભ બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે એર સ્ટ્રાઇક કરી હતી. જેથી સલામતીના ભાગરૂપે તા.10 સુધી એરપોર્ટમાં વિમાની સેવા સ્થગિત કરવામાં આવી હતી. હવે તા.14ના કેશોદ એરપોર્ટ પર હવાઇ સેવા બંધ રાખવા સુચના આપવામાં આવી છે. ઓપરેશન સિંદૂરના પ્રારંભબાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતી તનાવ ભરી થઈ છે. પાકિસ્તાન દ્વારા થઈ રહેલા હુમલાનો ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. એર સ્ટ્રાઈકના કારણે એરપોર્ટ ખાતે તા.7થી 10 સુધી વિમાની સેવા બંધ કરવામાં આવી હતી.કેશોદ એરપોર્ટ ખાતે કેશોદ એરપોર્ટ પર મંગળ ગુરુવાર અને શનિવાર અઠવાડિયામાં ત્રણ વાર ફલાઈટ આવે છે. પ્રવર્તમાન સ્થિતીને લઈ વધુ ચાર દિવસ એરપોર્ટ ખાતે વીમાની સેવા બંધ રાખવા આદેશ કરાયો છે. તમામ પ્રકારની ફ્લાઈટ રદ કરવામાં આવી છે અને કેશોદ એરપોર્ટ ખાતે માત્ર મિલિટરી સેવાઓ માટેજ કાર્યરત રહેશે.વિમાનની સેવા અવરજવર અંગે નવા આદેશ થાય ત્યારબાદ જ ટિકિટ બુકિંગ શરૂ કરાશે.



