સરકારે સંસદમાં સ્વીકાર્યું, 754 વિમાનની તપાસમાં ખુલાસો
એર ઇન્ડિયાએ કહ્યું- મોટાભાગની સમસ્યાઓ કેટેગરી ઉમાં છે, આ સલામતી સાથે સંબંધિત નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
હવાઈ મુસાફરીની સુરક્ષા સવાલોમાં છે. જાન્યુઆરી 2025થી દેશની છ મુખ્ય એરલાઇન્સના કુલ 754 વિમાનોની ટેકનિકલ તપાસ કરવામાં આવી. આમાંથી 377 વિમાનોમાં વારંવાર આવતી ખામીઓની ઓળખ થઈ. એટલે કે, એક જ ખામી વારંવાર સામે આવી, ભલે તેને પહેલાં ઠીક કરી દેવામાં આવી હતી.
જે વિમાનોની તપાસ કરવામાં આવી, તેમાં એર ઇન્ડિયા ગ્રુપના 267 વિમાનોમાંથી 191 (72%)માં વારંવાર ટેકનિકલ ખામી જોવા મળી. જે સૌથી વધુ છે. ત્યારબાદ ઇન્ડિગોનો નંબર હતો. જેના 405 વિમાનોની તપાસ કરવામાં આવી. તેમાંથી 148માં આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધી રિપીટિટિવ ડિફેક્ટ (એક જ ખામી વારંવાર) જોવા મળી.
લોકસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે ઉૠઈઅએ ગયા વર્ષે સુરક્ષાને લઈને મોટા પાયે તપાસ કરી. આ દરમિયાન 3890 સર્વેલન્સ ઇન્સ્પેક્શન, 56 ઓડિટ, 492 રેમ્પ ચેક અને 84 વિદેશી વિમાનોની તપાસ કરવામાં આવી. 874 સ્પોટ ચેક અને 550 નાઇટ સર્વેલન્સ પણ કરવામાં આવ્યા.
એર ઇન્ડિયાના એક પ્રવક્તાએ સરકારી ડેટા જાહેર કર્યા પછી કહ્યું, ‘અમે ખૂબ જ સાવચેતી રાખીને અમારા સમગ્ર ફ્લીટમાં તપાસ કરી છે. તેથી, સંખ્યા વધુ છે.’ એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્લેનમાં અલગ-અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ તપાસવામાં આવે છે. આને ઇક્વિપમેન્ટની પ્રાથમિકતા અથવા તાત્કાલિકતાના આધારે અ, ઇ, ઈ અને ઉ સેગમેન્ટમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
અધિકારીના મતે- એર ઇન્ડિયાના કિસ્સામાં, મોટાભાગની સમસ્યાઓ કેટેગરી ઉ માં છે, જેમાં સીટો, ટ્રે ટેબલ, સ્ક્રીન (સીટોની પાછળ) વગેરે જેવી વસ્તુઓ શામેલ છે. આ એરક્રાફ્ટની સલામતી સાથે સંબંધિત નથી.
એક્ઝિક્યુટિવે આગળ કહ્યું કે આગામી બે વર્ષમાં જ્યારે નેરો-બોડી એરક્રાફ્ટ માટે રેટ્રોફિટ પ્રોગ્રામ શરૂ થશે, ત્યારે આ સમસ્યાઓ પણ હલ થઈ જશે.



