-એરપોર્ટ લોન્જ-બિઝનેસ કલાસ કેબીનમાં ‘મહારાજા’ નામનો ઉપયોગ ચાલુ રાખશે
સરકાર પાસેથી હસ્તગત કર્યા બાદ ટાટા ગ્રુપ એર ઈન્ડીયામાં સૌથી મોટો બદલાવ કરવાની તૈયારીમાં હોય તેમ આઈકોનિક ‘મહારાજા’ માસ્કોટને વિદાય આપીને નવી બ્રાન્ડ ઓળખ ઉભી કરશે.આવતા મહિને-ઓગસ્ટમાં નવી બ્રાન્ડ જાહેર કરાશે.
- Advertisement -
ટાટા ગ્રુપે એર ઈન્ડીયાની નવી બ્રાન્ડ ઓળખ સ્થાપવા છેલ્લા એકાદ વર્ષથી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. ટાટા ગ્રુપનાં સુત્રોએ કહ્યું કે હવાઈ પ્રવાસમાં એર ઈન્ડીયા પ્રવાસીઓની પસંદ તરીકેની ઓળખ ઉભી કરવા માગે છે.એર ઈન્ડીયામાં પ્રવાસીઓનો એક મોટો વર્ગ બિઝનેસ ટ્રાવેલર્સ તથા કોર્પોરેટ એકઝીકયુટીવનો છે. માથે પાઘડી તથા મોઢે મુંછ ધરાવતા વર્તમાન માસ્કોટ ‘મહારાજા’ની ભલે સ્ટોરી હોવા છતાં વર્તમાન યુગના પ્રવાસીઓમાં આકર્ષણ સર્જી શકતો નથી.
મહારાજા માસ્કોટ 1946 માં તત્કાલીન કોમર્સીયલ ડાયરેકટર બોબી કૂકાએ બનાવ્યો હતો.છેલ્લા દાયકાઓ દરમ્યાન એરલાઈન્સના લોગોમાં સુર્યોદય તથા ઉડતા હંસને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
ટાટા ગ્રુપના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, આધૂનિક યુગમાં કોઈ મોટી આંતર રાષ્ટ્રીય એરલાઈન્સ બ્રાન્ડ તરીકે માસ્કોટ રાખતી નથી. સુત્રોએ ઉમેર્યું કે, માસ્કોટ તરીકે મહારાજાને વિદાય છતાં તેના મહારાજા નામનો ઉપયોગ એરપોર્ટ લોંજ તથા બિઝનેસ કલાસ કેબીનમાં કરવામાં આવશે. કંપનીએ બ્રાન્ડ સ્ટે્રટેજી માટે લંડન સ્થિત કંપની ફયુચર બ્રાન્ડને કામ સોંપ્યુ હતું. નવી બ્રાન્ડમાં લાલ સફેદ તથા પર્પલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- Advertisement -
એર ઈન્ડીયામાં મર્જ વિસ્ટારાની ઓળખ જીવંત રાખવા પર્પલ કલરનો પણ ઉપયોગ લેવાયો છે. નવેમ્બરથી કાફલામાં સામેલ થનારા એરક્રાફટમાં નવી કલર સ્કીમ જોવા મળશે. વિસ્ટારા એર લાઈન્સનું માર્ચ 2024 માં સંપૂર્ણ મર્જર થઈ ગયા બાદ એર ઈન્ડીયા સૌથી મોટી કંપની બનશે. વિસ્ટારાએ હાઈ-કવોલીટી સ્ટાર્ન્ડડ અપનાવ્યા હોવા છતાં ભારત બહાર ખાસ ઓળખ થઈ શકી નથી. કસ્ટમર સર્વીસ તથા ફલાઈટ સેફટી માટે ટાટા ગ્રુપ વિસ્ટારાની એસઓપી લાગુ કરશે.