એક મહિનામાં સ્પાઇસ જેટમાં 11,081 બેગ ખોવાઈ ગઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બેગેજ ટ્રેકર વેબસાઇટ luggagelosers.com તમામ એરલાઇન્સની દુનિયાભરનાં એરપોર્ટ્સ પરથી ખોવાયેલા લગેજને ટ્રેક કરવાનું કામ કરે છે. આ વેબસાઇટના ડેટા મુજબ એર ઇન્ડિયાનું લગેજ હેન્ડલિંગ ખાતું સૌથી રેઢિયાળ હોવાનું જોવા મળે છે. આ લિસ્ટ મુજબ વિશ્વભરની તમામ એરલાઇન્સમાંથી એર ઇન્ડિયા લગેજ ખોવાની બાબતમાં નંબર વન છે. આ વેબસાઇટના ડેટા મુજબ એર ઇન્ડિયાએ એક મહિનામાં લગભગ 43,680 લગેજ ખોઈ નાખ્યાં છે. એનો મતલબ કે એક દિવસમાં સરેરાશ 1456 બેગ એર ઇન્ડિયાના ટ્રાવેલરોની ખોવાઈ જાય છે. એર ઇન્ડિયામાં જો તમે ટ્રાવેલ કરતા હો તો 2.42 ટકા ચાન્સ છે કે તમારો સામાન ખોવાઈ જાય. ઇન્ડિયાની સ્પાઇસ જેટનો પર્ફોર્મન્સ પણ આ બાબતે બહુ સારો નથી. એક મહિનામાં સ્પાઇસ જેટમાં 11,081 બેગ ખોવાઈ ગઈ છે. ભારતીય એરપોર્ટ પર વિવિધ એરલાઇન્સ દ્વારા એક મહિનામાં 74,938 બેગ ખોવાઈ જાય છે. મલતબ કે 85માંથી એક પેસેન્જર ઇન્ડિયન એરપોર્ટ પર સામાન ગુમાવે છે.



