વિમાનના પાછળના ભાગમાં આગ લાગી ત્યારે બધા 170 મુસાફરો વિમાનમાંથી ઉતરી ગયા હતા. કોઈ ઈજા થઈ નથી, પરંતુ વિમાનને થોડું નુકસાન થયું છે. હવે સમારકામ અને વધુ તપાસ માટે તેને ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એર ઇન્ડિયા એ-321 પ્લેન દિલ્હી એરપોર્ટ પર મંગળવારે બપોરે ઉતર્યા પછી તેના ઓક્ઝિલરી પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી. જો કે આ પ્લેનના પેસેન્જર અને ક્રૂ બધા જ સલામત છે.
- Advertisement -
એરક્રાફ્ટને તરત જ ભૂમિગત કરી દેવાયું છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) આ ઘટનાની ચકાસણી કરી રહ્યુ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. હોંગકોંગથી દિલ્હી 22 જુલાઈ 2025 રોજ આવેલી ફ્લાઇટ એ-315ના ઉતર્યાના તરત જ થોડી વારમાં તેના ઓકિઝિલરી પાવર યુનિટમાં આલ લાગી હતી. આ ઘટના પ્લેન ગેટ પર પાર્ક કરવામાં આવ્યું ત્યારે બની હતી.