ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોએ સવાલ ઉઠાવ્યો છે કે, તેમને ફ્લાઈટ કેન્સલ થવા અંગે અગાઉથી જાણ કેમ ન કરવામાં આવી?
એરલાઈન Air Indiaએ સોમવારે અચાનક ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. કંપનીએ તેની પાછળનું કારણ ટેકનિકલ કારણ આપ્યું છે. રદ કરાયેલી ફ્લાઇટ્સમાં તિરુપતિ, બેંગ્લોર અને મૈસુરની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. એર ઈન્ડિયાના આ અચાનક નિર્ણય પર મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે.
- Advertisement -
સોમવારે Air Indiaએ અચાનક ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે કંપનીએ અચાનક ફ્લાઇટ કેમ કેન્સલ કરવી પડી તે અત્યારે જાણી શકાયું નથી. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોએ સવાલ ઉઠાવ્યો છે કે, તેમને ફ્લાઈટ કેન્સલ થવા અંગે અગાઉથી જાણ કેમ ન કરવામાં આવી?
અગાઉ પણ ઘણી ફ્લાઇટ્સ કરાઇ હતી રદ
અગાઉ જાન્યુઆરી 2023માં ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે વારાણસી એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ પછી એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર જ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. નિર્ણય બાદ વિસ્તારાએ ટ્વીટ કર્યું હતું કે, વારાણસી એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીને કારણે એક મુંબઈ-વારાણસી ફ્લાઈટને રાયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે એક દિલ્હી-વારાણસી ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.