– ‘બેકટેરીયાફાઝ’ ગંભીર રોગ નોતરતા ખતરનાક બેકટેરિયાનો ખાત્મો કરે છે
દેશમાં ગંગા નદીને માતા ગણવામાં આવે છે તેના પાણીને અત્યંત પવિત્ર ગણાય છે. હવે ગંગાજળમાંથી બિમારીની સારવાર કરતા વાયરસની શોધ કરવામાં આવી છે. એઈમ્સ દિલ્હી દ્વારા શોધ કરાયેલા ગંગાજળના આ વાયરસ ખતરનાક બેકટેરીયાને ખાઈ જાય છે અને સારા બેકટેરીયાને કોઈ નુકસાન થવા દેતા નથી. હવે એમ્સ ગંગાજળનો ઉપયોગ સારવાર માટે કરશે.
- Advertisement -
એમ્સના માઈક્રોબાયોલોજી વિભાગે ગંગાજળમાં મૌજૂદ અને સારવારમાં ઉપયોગી વાયરસને ‘બેકટેરીયાફાઝ’ હોવાનું નામ આપ્યું છે. ડો.રમા ચૌધરીના કહેવા પ્રમાણે માનવ શરીરમાં બેકટેરીયાની માત્રા વધતા જ આ વાયરસ સક્રીય થઈ જાય છે અને તેને મારી નાખીને ફરી સુષુપ્ત થઈ જાય છે. આ વાયરસની કોઈ સાઈડ ઈફેકટ નથી. આ બેકટેરીયાફાઝ’ દવા પ્રતિરોધક બેકટેરીયા સ્યુડોનેમસ અપરૂજીનોસને પણ ખત્મ કરી નાખે છે. ગંભીર રોગની સારવારમાં આ વાયરસ ઘણો ઉપયોગી છે.
આ બેકટેરીયાઝનો દર્દીઓની ચામડી-શરીર પર લેપ સ્વરૂપે લગાડવામાં આવશે. સૌપ્રથમ ચામડીના દર્દીઓ પર તેનો ઉપયોગ થશે. પ્રારંભીક તબકકા બાહ્ય બિમારીમાં ઉપયોગ બાદ આંતરિક બિમારીની સારવારમાં ઉપયોગ કરાશે.
તેઓના કહેવા પ્રમાણે સુપરબગ જેવા કેટલાંક બેકટેરીયા પર દવાની પણ કોઈ અસર થતી નથી. 2019માં આવા ખતરનાક બેકટેરીયાથી બિમાર 12.7 લાખ લોકોના મૃત્યુ થયા હતા. આ સંજોગોમાં બેકટેરીયાફાઝ વાયરસ આશાનું કિરણ છે.
- Advertisement -