પ્રિવેન્સન ક્લબ દ્વારા યોજાશે સતત ચાર દિવસ વિવિધ કાર્યક્રમ
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર વિશ્ર્વમાં 1લી ડિસેમ્બર વિશ્ર્વ એઈડ્સ દિવસ ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરમાં છેલ્લાં 33 વર્ષથી સતત અને સક્રિય કાર્ય કરતી એઈડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા 29મી નવેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી સતત ચાર માસ સુધી ભરચક્ક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કેન્ડલ લાઈટ, રેડ રીબન, માનવ સાંકળ, છાત્રોની રેડ રીબન, સેમિનાર, લાલ ફુગ્ગાની વિશાળ રેડ રીબન હવામાં ઉડાડાશે સાથે શહેર જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં 1લી ડિસેમ્બરે સવારે 9 વાગે છાત્રો રેડ રીબન બનાવાશે. વિશ્ર્વમાં 1988થી એઈડ્સ દિવસ ઉજવાય છે ત્યારે દર વર્ષે એઈડ્સ સામે લડવા લડત સૂત્ર અપાતું હોય છે. આ વર્ષનું લડત સૂત્ર ‘અસમાનતાનો અંત લાવો, એઈડ્સને નાબુદ કરો અને રોગચાળો સમાપ્ત કરો’ છે. રાજકોટના દરેક નગરજનોને 1લી ડિસેમ્બરે એઈડ્સનો જનજાગૃતિ સિમ્બોલ ‘રેડ રીબન’ પીનઅપ કરીને રાજકોટને રેડ રીબન નગર બનાવવા એઈડ્સ પ્રિવેન્સન ક્લબના ચેરમેન અરૂણ દવેએ અનુરોધ કર્યો છે.



