સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપસ્થાયી પ્રતિનિધિ (ડીપીઆર) રાજદૂત આર.રવિન્દ્રે ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં નાગરિકોને માનવીય સહાયતા મોકલવાના નવી દિલ્હીના પ્રયાસોને રેખાંકીત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે ફિલીસ્તીનીઓને માનવીય સહાયતા મોકલવાનું ચાલુ રાખશું,
તેમણે જણાવ્યું હતું કે ગાઝામાં ભારતે 38 ટન ભોજન અને મહત્વના તબીબી સાધનો મોકલ્યા છે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફિલીસ્તીની પ્રશ્ન સહિત મધ્ય પુર્વની સ્થિતિ પર ખુલ્લી ચર્ચામાં ભાગ લેતા ભારતનું પ્રતિનિધિત્વ કરતા રવિન્દ્રે ભારતનો પક્ષ રાખ્યો હતો. તેમણે પશ્ચીમ એશિયામાં શત્રુતાના નવીનતમ અધ્યાય પર ખુલતી ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને અભિનંદન આપતા જણાવ્યું હતું.
- Advertisement -
ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ચાલી રહેલ સંઘર્ષમાં નાગરિકોને મોટા પ્રમાણમાં નુકસાનને લઈને ચિંતીત છે. યુદ્ધમાં ભારતે ઈઝરાયેલનું સમર્થન કર્યું હોવા છતાં પેલેસ્ટાઈન સંબંધીત નીતિમાં કોઈ બદલાવ નથી અને માનવતાના ધોરણે મદદ ચાલુ જ રાખવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.