આ વખતે બિગ બોસ 18માં એઆઈ(આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્ટ) નૈનાની એન્ટ્રી થઈ શકે છે. નૈનાને AI દ્વારા માનવ અવતાર આપીને બનાવવામાં આવી છે.
આ વર્ચ્યુઅલ ઈનફ્લુએન્સરની નવી જનરેશનનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જોઈને અનુમાન લગાવવું અશક્ય બની જાય છે કે તે માનવ છે કે, AI દ્વારા બનાવેલી છોકરી છે. નૈનાને અવતાર મેટા લેબ્સ દ્વારા 2022 બનાવવામાં આવી હતી.
- Advertisement -
એઆઇ સપનાઓ રેકોર્ડ કરી શકાશે
દરેક વ્યક્તિ કેટલાક સારાં સપનાં રેકોર્ડ કરવા અને તેને ફરીથી જોવા માંગે છે. જાપાનના ક્યોટો સ્થિત એટીઆર કોમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સ લેબોરેટરીઝે એઆઈની મદદથી સમાન મોડલ બનાવ્યું છે જે ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગની મદદથી એક એવું એક્ટિવિટી એટલે કે સપનાને રેકોર્ડ કરી શકે છે.
ઈન્દોરની બસોમાં સુરક્ષા મજબૂત કરવામાં આવશે
અટલ ઇન્દોર સિટી ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડે હવે બસોમાં AI કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે માત્ર 5 બસોમાં આવાં કેમેરા લગાવવામાં આવશે.
ચીનમાં વિશ્વની પ્રથમ એઆઇ હોસ્પિટલ
ચીનની રાજધાની બેઇજિંગમાં વિશ્વની પ્રથમ AI હોસ્પિટલ ખોલવામાં આવી છે, જેનું નામ એજન્ટ હોસ્પિટલ રાખવામાં આવ્યું છે. સિંઘુઆ યુનિવર્સિટીના સંશોધકોએ 14 એઆઈ ડોક્ટર્સ અને 4 નર્સો સાથે આ હોસ્પિટલ બનાવી છે. અહીં 3 હજાર દર્દીઓ વર્ચ્યુઅલ સારવાર મેળવે છે. તેની ચોકસાઈ 93.6 ટકા છે.