દિલ્હી એઈમ્સે AI આધારિત એપ બનાવી છે જે આંખની બિમારી પકડવામાં 92.25 ટકા સચોટ છે
આંખની બીમારીથી પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીએ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI આધારિત એપ વિકસાવી છે જે સ્માર્ટફોનમાંથી લીધેલી ઈમેજોનો ઉપયોગ કરીને કોર્નિયલ ઓપેસીટી શોધવામાં સક્ષમ છે.
- Advertisement -
એઈમ્સમાં આંખની હોસ્પિટલના વડાએ જણાવ્યું કે, આ AI આધારિત એપ 92.25 ટકા ચોકસાઈ સાથે પરિણામ આપે છે. તેનો ફાયદો એ છે કે આના દ્વારા દૂરના વિસ્તારોમાં પણ દર્દીઓ સ્માર્ટફોન દ્વારા આંખોના ફોટા લઈને આંખની બીમારી છે કે નહિ તે જાણી શકે છે.
એપ કેવી રીતે કામ કરશે:
હાલ આ એપનો ઉપયોગ એઈમ્સના ડોકટરો પરિક્ષણ કરવા માટે કરે છે. આવનારા સમયમાં તેને એન્ડ્રોઇડ અને એપલના શઘજ એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે આ એપ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે ત્યારે સ્માર્ટફોનમાંથી લીધેલો ફોટો એપ પર અપલોડ થતાં જ પરિણામ આવશે કે કોર્નિયલ રોગ છે કે નહીં.
એપ્લિકેશન બીમારીના કિસ્સામાં કોર્નિશ ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીને રેફર કરશે. આ પછી ડોક્ટર દર્દીની આંખોની તપાસ કરી શકશે અને એપ દ્વારા આપવામાં આવેલા પરિણામોના આધારે ટ્રાન્સપ્લાન્ટેશન અંગેના નિર્ણય લઈ શકશે.
- Advertisement -
4000 થી વધુ દર્દીઓ પર ટેસ્ટ:
એપ બનાવવા માટે જુલાઈ 2022 થી ડિસેમ્બર 2023 સુધી સંશોધન કરવામાં આવ્યું હતું. AI અલ્ગોરિધમ બનાવવા માટે બે હજાર ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક હજાર ફોટોગ્રાફ કોર્નિયલ ઓપેસીટી ધરાવતા દર્દીઓની આંખોના હતાં અને એક હજાર સામાન્ય લોકોના હતાં. એપ બનાવ્યાં બાદ તેનું 4263 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે 92 ટકાથી વધુ સચોટ પરિણામો આપે છે.