માણસોને જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર હોય છે. આ સાથે જ ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ, પ્રોટીન આપણા શરીરને યોગ્ય રીતે ફીટ રાખવા માટે જરૂરી હોય છે. પરંતુ જો તમને કોઈ એવું કહે કે, એક એવો પણ વ્યક્તિ છે જે 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પી ને જીવી રહ્યો છે તો…? આ વાત તમારું દિમાગ ગુમાવી દે એવી છે પરંતુ આ હકીકત છે. આ વ્યક્તિનું નામ ‘Oil Kumar’ છે.
- Advertisement -
View this post on Instagram
દૈનિક આહારમાં 7-8 લિટર બેકાર એન્જિન ઓઈલ અને ચા
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પ્રમાણે આ વ્યક્તિ જીવિત રહેવા માટે એન્જિન ઓઈલ પીવે છે. નાસ્તો-લંચ કે ડીનર દર વખતે તે એન્જિન ઓઈલ પીવે છે. છેલ્લા 33 વર્ષથી શિવમોગ્ગાના ઓઈલ કુમાર કંઈ પણ ખાધા વિના જીવિત રહીને દુનિયાને હેરાન કરી રહ્યો છે. ભાત કે રોટલી ખાવાને બદલે તેના દૈનિક આહારમાં 7-8 લિટર બેકાર એન્જિન ઓઈલ અને ચા સામેલ છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આ વાતથી હેરાન છે કે તે હોસ્પિટલ ગયા વિના સ્વસ્થ અને ફિટ રહ્યા છે. કુમારનું માનવું છે કે આ અનોખી જીવનશૈલી માત્ર ભગવાન અયપ્પાના આશીર્વાદથી જ શક્ય છે.
- Advertisement -
આપણા શરીરમાં ઓઈલ ઝેરનું કામ કરે છે
સાયન્સ પ્રમાણે આપણું શરીર ન તો ઓઈલ પચાવી શકે છે અને ન તોડી શકે છે. જો આપણા શરીરમાં ઓઈલ જાય તો તે ઝેરનું કામ કરે છે, તો આ માણસ હજુ પણ કેવી રીતે જીવિત છે તે એક મહત્વપૂર્ણ સવાલ છે. તેની સ્ટોરી કર્ણાટક અને ભારતમાં સૌથી વધુ ચર્ચિત તબીબી રહસ્યોમાંની એક બની ગઈ છે, જે આસ્થાના સાચા ચમત્કાર તરીકે ધ્યાન ખેંચી રહી છે.