ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 04.01.2025 ના રોજ રાતના દશેક વાગ્યાના સુમારે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાભાઈ ટાવર તરફથી પોતાના ઘરે જેસંગ પાર્ક સોસાયટી ખાતે જતા ફરિયાદી ચાહત હિમાંશુભાઈ ઉપાધ્યાય રહે. 08, જેસિંગ પાર્ક, મણિનગર, અમદાવાદ રસ્તે ચાલીને જતા હતા, દરમિયાન બે મોટર સાયકલમાં આવેલ અજાણ્યા ઈસમો, જે પૈકી એક જાકીટ પહેરેલ હતો, તેને ફરિયાદીની સોનાની ચેઈન 07 ગ્રામ વજનનો કિંમત રૂ. 50,000/- નો ખેંચીને જતા રહેતા, મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ચેઈન સ્નેચિંગ બાબતે ફરિયાદ નોંધાવતા, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફ પીએસઆઈ એસ.આઇ.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ, અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા બનાવ સંબંધે સીસીટીવી ફૂટેજ આધારે ચેઈન સ્નેચિંગ કરનાર બંને ઈસમો બર્ગ મેન મોટર સાયકલ નંબર ૠઉં 27ઋખ 0983 લઈને આવેલાની હકીકત જાણવા મળતા, આ મોટર સાયકલ બાબતે પોકેટ કોપ એપ્લિકેશન આધારે તપાસ કરતા આ મોટર સાયકલ ખોખરા ખાતે રહેતા સુરેશ મહેન્દ્રભાઈ વાઘેલાનું હોવાની હકીકત તથા સરનામું મળેલ હતું.
માલિક બાબતે તપાસ કરતા, આ સુરેશ વાઘેલા કોઈ છોકરીને ભગાડી ગયો હોઈ, ક્યાંક જતો રહેલ હોવાની તેમજ આ મોટર સાયકલ હાલમાં તેનો મિત્ર નથથું પવાર વાપરતો હોવાની બાતમી હકીકત આધારે નથુ પવાર નાં નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, તેનો ગુન્હાહિત ઇતિહાસ તપાસતા મારામારી તથા ચેઈન સ્નેચિંગનાં ગુન્હામાં પણ પકડાયેલ હોઈ, તેને રાઉન્ડ અપ કરી, પૂછપરછ હાથ ધરવામાં આવતા, સહ આરોપી મેહુલ જાદવ સાથે ચેઈન સનેચીગ નો ગુન્હો કર્યાની કબૂલાત કરતાં, આરોપીઓ (1) નથુ ભાનુભાઇ પવાર ઉવ. 24 રહે. કાશી વિશ્વનાથ ની ચાલી, ભાઇપુરા, ખોખરા, અમદાવાદ તથા (2) મેહુલ મુળજીભાઈ જાદવ ઉવ. 20 રહે. રામદેવનગર નાં છાપરા, ભાઈપુરા, ખોખરા, અમદાવાદની કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી સોનાની ચેઇન કિંમત રૂ. 30,000/- તથા ગુન્હામાં વાપરેલ બર્ગ મેન મોટર સાયકલ કિંમત રૂ. 70,000/- મળી, કુલ રૂ. 1,00,000/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ નથુ પવાર તથા મેહુલ જાદવ બાબતે બાબતે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા તેમજ રેકર્ડ ઉપર ખાતરી કરતા, આરોપી નથુ પવાર ભૂતકાળમાં અપહરણ, ધાડ, ચેઈન સ્નેચિંગ, મારામારી અડધો ડઝન જેટલા ગુન્હાઓમાં અમદાવાદ શહેરના ખોખરા, સોલા હાઇકોર્ટ, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ છે અને એક વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઇ ચૂકેલ હોવાની તેમજ આરોપી મેહુલ જાદવ પણ મારામારીના ગુનામાં પકડાયેલ હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.