હર્ષ સંધવીના આજના તમામ કાર્યક્રમો રદ, ઇજાગ્રસ્તોને મળશે
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ હતી. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. આ દરમિયાન હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીના આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. આ તરફ હર્ષ સંધવી સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછશે.
- Advertisement -
મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન મામલે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી સહાયની જાહેરાત કરી હતી. જેમાં મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાને 50 હજાર સહાયની જાહેરાત કરી છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023
- Advertisement -
હર્ષ સંધવીના આજના તમામ કાર્યક્રમો રદ, ઇજાગ્રસ્તોને મળશે
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ અકસ્માતની ઘટનાને લઈ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. આ સાથે થોડીવારમાં જ હર્ષ સંધવી અમદાવાદ પહોંચશે. જ્યાં હર્ષ સંધવી સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછશે. આ સાથે મૃતક પોલીસકર્મીના પરિવારને પણ મળશે.
શું કહ્યું હર્ષ સંઘવીએ ?
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલ દુર્ઘટનાને પગલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અમદાવાદમાં અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી કહ્યું કે, માર્ગ અકસ્માત વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું, સરકાર ઈજાગ્રસ્ત લોકોની સારવાર માટે જરૂરી તમામ પગલાં લઈ રહી છે.
અકસ્માતનો આરોપી સારવાર હેઠળ અને પરિવાર ગાયબ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ હતી. આ તરફ કારચાલકને સ્થળ પર હાજર લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ હાલ આરોપી તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ હવે અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલનો પરિવાર ગાયબ થઈ ગયો છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલના ઘરે તાળાં જોવા મળ્યા છે.
Deeply anguished and shattered to learn about the tragic road accident in Ahmedabad, last night.
My prayers with the families who have lost their loved ones in the accident also police and government is taking all the necessary steps towards the betterment of those injured.
Two…
— Harsh Sanghavi (@sanghaviharsh) July 20, 2023
ડિસ્ચાર્જ થતાં તથ્ય પટેલની થશે ધરપકડ
અમદાવાદમાં અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ મામલે આરોપી તથ્ય પટેલ સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, ગઇકાલે રાત્રે અકસ્માત બાદ ઘટના સ્થળ પર આરોપીને લોકોએ માર્યો હતો. જેને લઈ હાલ તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ સિમ્સ હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે તથ્ય પટેલની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સાથે જ તથ્ય પટેલની ધરપકડ થશે. નોંધનીય છે કે, હાલ તથ્ય પટેલની પોલીસ નજર હેઠળ સારવાર ચાલી રહી છે.
શું હતી સમગ્ર ઘટના ?
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.