પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
હાલમાં નશાકારક પદાર્થો પકડી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય, ગુનેગારો પણ નશો કરનારની માંગ મુજબ નશા કારક ઝેરી વસ્તુઓ પણ વહેંચવા માંડતા હોય છે. આજરોજ અમદાવાદ શહેર જેસીપી સેક્ટર 02, જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા ઈસનપુર વિસ્તારમાં રાખવામાં આવેલ ખાસ કોમ્બિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન પોલીસ ટીમને માહિતી મળેલ કે, ચંડોળા વિસ્તારમાં સોહિલ શેખ નામનો ઈસમ બાળકોને તથા નશો કરતા ઈસમોને નશા માટે ઇન્જેક્શનો વેચે છે.
- Advertisement -
જે મળેલ માહિતી આધારે જે અમદાવાદ શહેરમાં ચાલતા ખાસ ચેકીંગ દરમિયાન શાહ આલમ વિસ્તારમાં મોકલી, પોલીસ ટીમ વોચમાં રહેતા, નાના બાળકને ઇન્જેક્શન વહેંચતા આરોપી સોહેલ સલીમભાઈ શેખ ઉવ. 22 રહે. કર્ણાવતીની ચાલી, અમ્મા મસ્જિદની સામે, શાહ આલમ, ઈસનપુર, અમદાવાદની ધરપકડ કરી, તેના કબ્જામાંથી એવિલ ઇન્જેક્શન અદશહ શક્ષષયભશિંજ્ઞક્ષની વાઇલ (બોટલ) નંગ 56 તથા નિડલ સાથેની સિરીઝ 44 કુલ કિંમત રૂ. 6,040/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સોહેલ સલીમભાઈ શેખ (રહે. ઈસનપુર, અમદાવાદ) વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનના પો.કો. એઝાઝહુસેન સાબિરહુસેન દ્વારા સરકાર તરફે ફરિયાદી થઈ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 77, 78 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ની કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સોહેલ સલીમભાઈ શેખની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી કલીમ ઉર્ફે ભૈયાની પત્ની નાઝિયા પઠાણ ઇન્જેક્શન વહેંચવાના પાંચસો રૂપિયા મજૂરી આપતા હોવાની અને આ ઇન્જેક્શન અને સિરીંજનો જથ્થો બાપુનગર ઈન્ડિયા કોલોની કર્ણાવતી ફાર્માના માલિક હાર્દિક પટેલ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરવામાં આવેલ. જેના આધારે ઈસનપુર પોલીસ ટીમ દ્વારા બાપુનગર ખાતે રહેતા હાર્દિક કાંતિલાલ ઝાલાવાડિયા (પટેલ) ઉવ. 29 રહે. ઋ/204, રોયલ સિટી ફ્લેટ, શ્રી રામ ચોક પાસે, નિકોલ, અમદાવાદને પણ પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ ઇન્જેક્શન એલર્જીની સારવાર માટે થાય છે અને તેમાં શામક હોય છે.



