ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78માં સત્રમાં એવોર્ડ અર્પણ કરાયો
અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરે પર્યાવરણ જાગૃતિ શિક્ષણ પ્રત્યેના અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. (અટખઅ) શાળાએ 7મી ગઢઈ ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી (ઞગૠઅ)ના 78માં સત્રમાં મળેલા આ સન્માન ભારતના ટકાઉ શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને પર્યાવરણીય મુદ્દાઓને આવરી લેતા સક્રિય વલણને પ્રકાશિત કરે છે. અદાણી વિદ્યામંદિર (અટખઅ) એ શિક્ષણ ખર્ચને ઘટાડવા અસંખ્ય પહેલો શરૂ કરી છે. જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને નોંધપાત્ર લાભો મળ્યા છે. બચતના આ પગલાંઓ પરિવારોને સક્ષમ બનાવે છે જેનો બાદમાં ઉચ્ચ શિક્ષણ કે કારકિર્દીના ઘડતરમાં ઉપયોગ કરી શકાય છે. આખરે તે સમુદાયોમાં નોંધપાત્ર હકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપે છે. અટખઅ તેની અભ્યાસક્રમ-સંકલિત વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ દ્વારા જૈવવિવિધતા પર મજબૂત ભાર મૂકયો છે.
પરંપરાગત શૈક્ષણિક અભિગમોથી આગળ વધી વિદ્યાર્થીઓમાં પૃથ્વી પ્રત્યેની જવાબદારીઓની ઊંડી સમજ આપે છે. ગઢઈ ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં મળેલા સન્માનમાં વાઇબ્રન્ટ ઇકો-ક્લબ્સ અને કાર્યક્રમો વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, વેસ્ટ મેનેજમેન્ટ, પર્યાવરણીય જાગૃતિ, ટકાઉ તકનીકો, આબોહવા પરિવર્તન અને ઇકોલોજીકલ સંરક્ષણ પર વિદ્યાર્થીઓને શિક્ષણ, ઈકો ક્લબ, ઋજઈઈંની માન્યતા અને ખાદ્ય સુરક્ષા સમિતિ વગેરેનો સમાવેશ થાય છે.