રમવા બાબતે ઠપકો આપતા બાળક ઘરેથી ભાગી ગયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 20.03.2025 નાં રોજ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારિજાત સોસાયટી, ન્યુ વટવા રિંગ રોડ, ખાતે રહેતા અજયભાઈ રામેશ્ર્વર પ્રસાદ જોશી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે સાંજના આવી, ગભરાયેલા સ્વરે જાણ કરવામાં આવેલ કે, તેમનો સગીર વયનો દીકરો યુવરાજ ઉવ. 9ને રમવા બાબતે ઠપકો આપતા, સાંજના પાંચ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી ગયેલા અને અત્યાર સુધી પરત આવેલ નથી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ કુલદીપ પટેલ તથા સ્ટાફનાં હે.કો. અશોકભાઈ, ધર્મદીપસિંહ, પો.કો. ભરતભાઈ, રવિભાઈ, રણજીતસિંહ, યશપાલસિંહ, એઝાઝખાન, સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક અજયભાઈ જોશીને મોબાઇલમાં સાથે રાખી, સીસીટીવી ફૂટેજ આધારે તેમજ સોશિયલ મીડિયામાં મેસેજ કરી, હ્યુમન સોર્સિસ આધારે આશરે બે કલાકની જહેમત બાદ ગણતરીના સમયમાં ગુમ થયેલ યુવરાજ ઉવ. 09 ને ગુરુપ્રસાદ ચાર રસ્તા ખાતેથી શોધી કાઢી, તેઓના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવેલ હતું. પરિવારજનોને પોતાનો સગીર દીકરો મળતા, ભાવ વિભોર થઇ ગયેલ હતા.