આઠ મહાનગરોની સરખામણીમાં અમદાવાદમાં ઘર વસાવવું સહેલું : મંથલી ઈન્સ્ટોલમેન્ટનો રેશીયો 21%
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ અને તેની આસપાસમાં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં જમીનના ભાવ વધ્યા હોવાના કારણે હાઉસિંગ માર્કેટમાં પણ ભાવ વધારો થયો છે. તેમ છતાં દેશમાં અમદાવાદ સૌથી એફોર્ડેબલ હાસિંગ માર્કેટ તરીકે ઊભરી આવ્યું છે. દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદ લોકોને પોષાય તેવું હાઉસિંગ માર્કેટ છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં એક્વિટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ (EMI)થી આવકનો રેશિયો 21 ટકા છે. જ્યારે પુણે અને કોલકાતામાં આ રેશિયો 24-24 ટકા છે. જોકે, આ લિસ્ટમાં મુંબઈ જ એકમાત્ર એવું શહેર છે જે 51 ટકા પર થ્રેશોલ્ડ કરતાં નજીવું ઊંચું રહ્યું છે. આમ જોવા જઈએ તો મુંબઈવાસીઓની અડધી સેલેરી ઊખઈં ભરવામાં જ જતી રહે છે.
- Advertisement -
એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ’ રિપોર્ટમાં જણાવાયું છે કે, 2024ના પ્રથમ હાફમાં એટલે કે જાન્યુઆરીથી જૂન 2024માં હોમ એફોર્ડિબિલિટી ક્ષમતા સ્થિર રહી છે કારણ કે 2023ના અંતથી વ્યાજ દરો સ્થિર રહ્યા છે. એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ સરેરાશ પરિવાર માટે ઊખઈં અને આવકના ગુણોત્તરને ટ્રેક કરે છે. ઈન્ડેક્સમાં 2010 થી 2021 સુધી ભારતના આઠ અગ્રણી શહેરોમાં સતત સુધારો જોવા મળ્યો હતો, ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પોલિસી રેપો રેટ (REPO)ને દાયકાના નીચા સ્તરે ઘટાડી દીધો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ બેંકે ત્યારબાદ વધી રહેલા ફુગાવાને કાબૂમાં રાખવા માટે મે 2022થી શરૂ કરીને નવ મહિનાના સમયગાળામાં REPO રેટમાં 250 બાતનો વધારો કર્યો હતો. આનાથી 2022માં શહેરોની એફોર્ડિબિલિટી ક્ષમતા પર અસર પડી હતી. ફેબ્રુઆરી 2023થી છઊઙઘ રેટ સ્થિર રહ્યો હોવાથી, હેલ્ધી ઈનકમ ગ્રોથે વધતા ભાવો અને તુલનાત્મક રીતે ઊંચા વ્યાજ દરોનો સામનો કરવામાં મદદ કરી છે, અને વર્તમાન સ્તરે એફોર્ડિબિલિટી ક્ષમતાને પાછી લાવી છે. 2023થી માંગ સતત વધી રહી છે અને 2024ના પ્રથમ હાફમાં મલ્ટીયરના ઉચ્ચ સ્તરે ટકી રહી છે. આર્થિક વૃદ્ધિ ટ્રેક પર ચાલુ રહે છે તેના કારણે સ્થિર વ્યાજ દર નજીકના ગાળામાં ટકી રહેવાની ધારણા છે. રિપોર્ટમાં ઉમેર્યું હતું કે, કોરોના રોગચાળો રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટ માટે ઉત્પ્રેરક બન્યો જેનાથી પ્રોપ્રટીના ભાવ અને ધિરાણ દરો બંનેના પુન:પ્રાપ્તિને ટ્રિગર થયા છે અને તેના કારણે માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.