વૈશ્ર્વિક સલામતી સૂચકાંકમાં અમદાવાદ 68.6ના સ્કોર સાથે સૌથી સેફ, જયપુર બીજા ક્રમે
નમ્બિયોના 2025 ક્રાઈમ ઈન્ડેક્સ વિશ્ર્વના સેફેસ્ટ સિટીમાં અબુધાબી સતત નવમાં વર્ષે ટોચ પર રહ્યું
દેશનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ આ યાદીમાં 55.9 ક્રમાંક સાથેસાતમાં ક્રમે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના મેગા સિટી અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું છે. નમ્બિયો દ્વારા તાજેતરના 2025ના ક્રાઈમ ઈન્ડેક્સ અનુસાર, અમદાવાદ વૈશ્વિક સલામતી સૂચકાંકમાં 68.6ના સાથે ભારતમાં સૌથી સુરક્ષિત શહેર છે. 77ના વૈશ્વિક ક્રમાંક અને 68.6ના સલામતી સૂચકાંક – સાથે, તે ભારતમાં યાદીમાં ટોચ પર છે. જ્યારે રાજસ્થાનનું જયપુર 65.2 ક્રમાંક સાથે સલામત શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. આ ઉપરાંત કોઈમ્બૂર (62.0ચેન્નાઈ (63.0), પૂણે (58.7) અને હૈદરાબાદ (57.3) અનુક્રમે રહ્યા છે.
દેશનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ આ યાદીમાં 55.9 ક્રમાંક સાથે સાતમાં ક્રમે છે. સલામતીની બાબતમાં ભારતના અન્ય શહેરોમાં કોલકાતા (533), ગુરુગ્રામ (46.0), બેંગલુરુ (45.7) અને નોઈડા (44.9) આવે છે. દેશનું પાટનગર નવી દિલ્હી સેફટીની દ્રષ્ટિએ સૌથી પાછળ છે અને તેનો સ્કોર41.0 જેટલો નીચો છે.
નમ્બિયોએ જાહે કરેલા ગ્લોબલ ક્રાઈમ ઈન્ડેક્સ 2025 અનુસાર વિશ્વમાં સૌથી સલામત શહેરમાં અબુ ધાબી મોખરે રહ્યું છે. નમ્બિયો પ્લેટફોર્મ પર વ્યક્તિઓ નિર્વાહ ખર્ચ, પ્રોપર્ટીની કિમતો તથા વિવિધ શહેરોમાં જીવન ધોરણ વગેરે બાબતોની માહિતીનું આદાનપ્રદાન કરે છે. યુઝર્સે વિવિધ શહેરોમાં સલામતી અંગેના તેમનાવિચારો રજૂ કર્યા હતા જેના સર્વેને આધારે આ રેન્કિંગ તૈયાર કરાયા છે.
વિશ્વના 279 શહેરો પૈકી અબુ ધાબીને સૌથી વધુ 88.8નો સેફટી સ્કોર અપાયો હતો. અગાઉના વર્ષના આ જ ગાળામાં અબુ ધાબીને 88.4નો સ્કોર મળ્યો હતો. સળંગ નવમાં વર્ષે અબુ ધાબી વિશ્વના સૌથી સુરક્ષિત શહેરનો ખિતાબ મેળવવામાં સફળ રહ્યું હતું.
- Advertisement -
આ યાદીમાં મધ્ય પૂર્વ અને યુરોપના કેટલાક શહેરો પણ સામેલ છે. કતાર સ્થિત દોહા 84.3ના સ્કોર સાથે બીજું સુરક્ષિત શહેર છે. દુબઈ અને શારજહા અનુક્રમ ત્રીજાઅને ચોથા ક્રમે છે. તાઈવાનનું તાઈપેઈ ટોપ ફાઈવમાં સ્થાન ધરાવે છે જે આ યાદીમાં એકમાત્ર એશિયન શહેર છે.
બહેરિનનું મનામા અને ઓમાનનું મસ્કત અનુક્રમે રહ્યા છે. યુરોપીયન દેશોના શહેરો પૈકી ધ હેગ, ટ્રોન્ડહેમ તથા આઈન્ડહોવન આ વર્ષના ટોપ 10 સુરક્ષિત શહેરોની યાદીમાં છે.
આ રેન્કિંગ એવા યુઝર્સના સર્વેના પ્રતિભાવો પર આધારિત છે જેઓ તેમના શહેરમાં દિવસ અને રાત્રિ દરમિયાન સલામતીની તેમની લાગણી, સામાન્ય ગુનાઓ પ્રત્યેની ધારણાઓ અનેતેમના વિસ્તારમાં મિલકત તથા હિસકગુનાઓની ગંભીરતા જેવા વિષયોસંબંધિત પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા.