– અમદાવાદ નજીક ‘ઓલિમ્પિક વિલેજ’ પણ તૈયાર કરવા માટે આયોજન
2023ના ઓલિમ્પીક મહોત્સવનું યજમાનપદ ભારતને માટે તથા અમદાવાદમાં આ વૈશ્વીક ખેલ મહોત્સવના મહત્વના મુકાબલાએ યોજાય તે માટેની કેન્દ્ર તથા ગુજરાત સરકારે શરૂ કરેલી તૈયારી છે. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ આયોજન માટે જરૂરી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલકુદ સ્ટેડીયમ અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની તૈયારીઓ માટે સમીક્ષા કરી હતી.
- Advertisement -
2036ના ઓલિમ્પીકના યજમાનપદ માટે ભારત લીડ કરી શકે છે. જે માટે ઓલિમ્પિક આયોજન કમીટી પુર્ણ રીતે સંતોષ થાય તે માટેની માળખાકીય સુવિધાઓ ઉભી કરવી જરૂરી છે. જો કે વિશ્વના અનેક દેશો 2036ના ઓલિમ્પિક યજમાન પદ માટે સ્પર્ધામાં છે. જેમાં હાલમાંજ ફુટબોલ વિશ્વકપ સફળતાપૂર્વક યોજનાર કતાર પણ સ્પર્ધામાં છે.
ઓલિમ્પિક્સ 2036 ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે તેના સંદર્ભમાં માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી pic.twitter.com/56e20Zplc1
— CMO Gujarat (@CMOGuj) January 15, 2023
- Advertisement -
ઓલિમ્પિક મહોત્સવ માટે વિશ્વકક્ષાના સ્ટેડીયમ અને જરૂરી માળખાકીય સુવિધા હજારો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે આવાસ માટે ખાસ ઓલિમ્પિક વિલેજ પણ તૈયાર કરવાનું રહેશે. જે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન વિ.ની સુવિધા પણ જરૂરી છે. જે એક ભગીરથ કાર્ય છે અને કેન્દ્ર સરકારે 2036ની તૈયારી 2022માં જ શરૂ કરી હતી જે હવે 2023માં ગતિ પકડી રહી છે. જો ભારતને આ યજમાનપદ મળે તો 2024માં પેરીસ 2028માં લોસએન્જીલીસ અને 2032માં બ્રિસબેન બાદ ગુજરાતનું અમદાવાદ આ રીતે વૈશ્વીક શહેર તરીકેનું સન્માન મેળવશે.