આર્થિક સંકળામણ અનુભવી રહેલો પરિવાર જીવન ટૂંકાવવા નીકળ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુષ્ણકુંજ સોસાયટી રહેતા ગોપીચંદ હીરાજી જાટોલીયા તા. 25/03/2025 ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને જાહેરાત કરી કે મારો દિકરો મહેન્દ્ર તેની પત્નિ તથા બે બાળકો સાથે હું આત્મહત્યા કરવા જાવ છું. તેવી ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી છે, જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરતા, ઈસનપુર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાવની ગંભીરતા ને ધ્યાને લઈ, અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇસનપુર પી.આઈ બી.એસ.જાડેજા, ઈસનપુર પી.એસ.આઈ એન.આર.સોંલકી તથા સ્ટાફનાં અ.પો.કોન્સ સંજયભાઇ, જયેશભાઇ, યુવરાજસિંહ, સહિતની પોલીસ ટીમ દ્રારા ઘરેથી નીકળી ગયેલા પરીવારના મોબાઇલ નંબરના સતત લોકેશન કઢાવી, પરીવારને લોકેશન આધારે શોધી કાઢી, તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે લાવી, પૂછપરછ કરતાં, મહેન્દ્રભાઇ જાટોલીયા તથા તેની પત્નિની પુછપરછ કરતા, પોતે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવતા, પોતાના પરીવાર સાથે સાબરમતી રીવરફન્ટ ખાતે આત્મહત્યા કરવા માટે નીકળ્યા હતા. આમ, ઇસનપુર પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી આદરી ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલા પરીવારને શોધી કાઢી, આત્મહત્યા કરતા બચાવી લઈ, ચાર વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોત તો, પરિવાર આખો સામુહિક આત્મહત્યા કરત અને પરિવારનો માળો વિખાય જાત.
પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરીવારને પોતાની જિંદગી અમૂલ્ય હોઈ, મનુષ્ય જીવન ફરી ફરીને મળતું ના હોય, સામાન્ય પ્રશ્નના કારણે આત્મહત્યા કરવી, એ સોલ્યુશન નહિ હોવાની શીખ આપી, પરિવારજનોને બોલાવી સોંપવામાં આવતા, પરિવારજનો ભેટીને રડવા લાગ્યા અને ઈસનપુર ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયા હતા. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, એક પરીવારને આત્મહત્યા કરવા બચાવતા અને નવું જીવન આપતા, પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ આખા પરીવારને શોધી કાઢી, પરીવારને સામુહિક આત્મહતા કરતા બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસે સાર્થક કર્યું હતું.



