અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હામાં કબજે કરવામાં આવેલા મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અધિક પોલીસ કમિશનર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને રિકવર કરવામાં આવ્યા હોય તેવા મુદ્દામાલ ફરિયાદીને તાત્કાલિક સોંપવા કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવી છે.
- Advertisement -
સામાન્ય રીતે પોતાના ગુમ થયેલ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા ઈઊઈંછ પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 50 કિંમત રૂ. 9,53,000/-, વટવા પીઆઈ પી.બી.ઝાલા તથા સ્ટાફ દ્વારા ઈઊઈંછ પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 47 મોબાઈલ ફોન કિંમત રૂ. 5,29,000/-, મણિનગર પીઆઈ ડી .પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા ઈઊઈંછ પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 17 મોબાઈલ ફોન કિંમત રૂ. 1,87,000/-, જીઆઈડીસી વટવા પીઆઈ આર.એમ.પરમાર તથા સ્ટાફ દ્વારા ઈઊઈંછ પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 07 મોબાઈલ ફોન કિંમત રૂ. 84,000/- મળી, કુલ કિંમત રૂ. 17,53,000/- નો મુદ્દામાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદી/અરજદારને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવતા, ટૂંકા ગાળામાં ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદી/અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.