ચોરી થયાના 5 દિવસની અંદર પોલીસે સમગ્ર મુદ્દામાલ ફરિયાદીને અપાવડાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી, વ્રજરાજ બેંગલોઝ ખાતે રહેતા અને પ્લાયવુડનો વેપાર કરતા ફરિયાદી દર્શિલ કેતનભાઈ ઠક્કર ઉવ. 27 ના રહેણાંક મકાનની ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી, અજાણ્યો આરોપી બેડરૂમમાં ડ્રેસિંગ રૂમના કબાટ તથા તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂ. 1,76,000/- રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. 13,96,000/- ની ચોરી કરી નાસી જતા, ફરીયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા, મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફના પીએસઆઇ પી.આર.પરમાર તથા સ્ટાફના પો.કો. અર્જુનસિંહ, અનિલભાઈ, ગુલામભાઈ, દેવુસિંહ, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ આધારે આ ગુન્હામાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પકડાયેલ આરોપી સંડોવાયેલ હોવાની હકીકત જણાઈ આવી હતી. જે આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા ઉવ. 20 રહે. રામગલીના છાપરા, ઈસનપુર, અમદાવાદની ધરપકડ કરી, મણિનગર પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. 13,96,000/- નો મુદ્દામાલ ઉપરાંત એક સોનાની ચેઇન, સોનાનું પેંડલ અને ડાયમંડ બુટ્ટી સહિત રૂ. 2,00,000/- સહિત કુલ રૂ. 15,96,000/- કબજે કરવામાં આવ્યો હતો. મણિનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીની ફરિયાદમાં લખાવેલ મુદામાલ ઉપરાંત ચોરી થયેલ આશરે બે લાખનો મુદામાલ પણ શોધી કાઢેલ હતો. રિકવર કરવામાં આવેલા મુદ્દામાલ ફરિયાદીને તાત્કાલિક સોંપવા કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવી હતી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મણિનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફરિયાદીને સામેથી બોલાવી, નામદાર કોર્ટમાં અરજી કરાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા અભિપ્રાય સહિતની કાર્યવાહી કરવામાં આવતા, ચોરી થયાને 05 દિવસની અંદર ઘરફોડ ચોરીમાં ગયેલ માતબર રકમનો મુદ્દામાલ ફરિયાદીને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી પોલીસ અધિકારીઓની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો.



