ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હામાં કબજે કરવામાં આવેલા મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે પોતાના ગુમ/ચોરી થયેલા મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા મોબાઈલ ફોન ઝોન 06 એલસીબી તથા ટેકનિકલ સેલના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.એલ.પરમાર, પો.કો. રાજેશભાઈ, સહિતની ટીમ દ્વારા ઈઊઈંછ પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલા કુલ 55 મોબાઈલ ફોન કિંમત રૂ. 8,34,313/- નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યા હોઈ, ઝોન 06 ના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદી/અરજદારને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવતા, ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદી/અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, ડીસીપી ઝોન 06, શ્રી રવિ મોહન સૈની, મદદનીશ પોલીસ કમિશનર પ્રદીપસિંહ જાડેજા, પીએસઆઈ એમ.એલ.પરમાર, એમ.કે.પંડ્યા, સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંકા ગાળામાં ફરિયાદી/અરજદારને આશરે સાડા આઠ લાખ રૂપિયા જેટલા માતબર રકમના મોબાઈલ ફોન પરત કરવામાં આવતા, ફરિયાદી/અરજદાર ભાવ વિભોર થયા હતા અને વારંવાર અમદાવાદ શહેર પોલીસ તથા ઝોન 06 પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.