શરીર સંબંધી ઇજા, રાયોટિંગ, ખૂન જેવા ગુનાઓમાં અગાઉના વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ શહેરના ઝોન 06 વિસ્તારના ઈસનપુર પોલીસ સ્ટેશનને શસ્ત્ર સ્કીમ અંતર્ગત હોય, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ એન.આર.સોલંકી, સ્ટાફના હે.કો. ભરતભાઈ, રમેશભાઈ, પ્રદીપભાઈ, રાજુભાઈ, સંજયભાઈ, સહિતની ટીમ દ્વારા શસ્ત્ર સ્કીમ અંતર્ગત દરરોજ સાંજના કલાક છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી ટીમ સાથે દરરોજ કામગીરી કરી, શસ્ત્ર સ્કીમ અન્વયે માર્ચ મહિનામાં અસરકારક કામગીરી શરૂ કરી, કાર્યવાહી કરવામાં આવતા પરિણામ સ્વરૂપ શરીર સંબંધી ઇજા, રાયોટિંગ, ખૂન જેવા ગુનાઓમાં અગાઉના વર્ષની સરખામણીમાં 100% જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ હતો.
માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન સઘન વાહન ચેકીંગ તથા નાકાબંધી કરી, હથિયાર સાથે ફરતા 12 ઈસમો, કેફી પીણું પી ને વાહન ચલાવતા 17 ઈસમો, હદપારી ભંગ બદલ 04 ઇસમ, પ્રોહિબિશન એક્ટ મુજબ દેશી વિદેશી દારૂ સાથે 25 તથા દારૂ પીધેલ 06 મળી કુલ 31 ઇસમો, જુગારના 02 કેસોમાં 08 ઇસમોને પકડી પાડી, તમામ મળી કુલ – 83 આરોપીઓની ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. આ ઉપરાંત 1500 જેટલા વાહનો ચેક કરી, 117 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે તથા એ મસીઆર 101, હિસ્ટ્રીશીટર 46, પ્રોહી બૂટલેગર 194, જુગારની પ્રવૃતિ કરતાને 31 વખત ચેક કરવામાં આવેલ છે. વધુમાં, આ કાર્યવાહી દરમિયાન આરોપી રાજુ રમેશભાઈ શિંદેને પકડી પાડી, અન ડિટેક્ટ ખૂનનો ગુન્હો, આરોપીઓ નાગજી રબારી અને શૈલેષ સલાતને પકડી પાડી, એટીએમ ચોરીનો ગુન્હો, આરોપી ભાવેશ રાણાભાઇ મકવાણાને પકડી પાડી, ઘરફોડ ચોરીનો ગુન્હો, આરોપી અખિલ ભગબાન પાણિગ્રહીને પકડી પાડી, ઘરફોડ ચોરીનો ગુન્હો, આરોપી મનોજ મંગળદાસ વૈષ્ણવને પકડી પાડી, મંદિર ચોરીનો ગુન્હો, આરોપી ઇમરાન ઇશાકભાઈ શેખને પકડી પાડી, વાહન ચોરીના બે ગુન્હાઓ, સહિત આશરે એક ડઝન ગુન્હાઓ ડિટેકટ કરવામાં આવેલ છે તેમજ આશરે 98 વ્યક્તિઓ ઉપર અટકાયતી પગલાંની કાર્યવાહી કરી, અસરકારક કામગીરી કરવામાં આવેલ છે. ઉપરાંત, શસ્ત્ર ટીમ દ્વારા સામુહિક આપઘાત કરવા જતા, આખા પરિવારને રિવરફ્રન્ટ ખાતેથી શોધી, માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડેલ છે. જે શસ્ત્ર સ્કીમ અન્વયે કરવામાં આવેલ અસરકારક કામગીરીના ફળસ્વરૂપે ગત વર્ષે આ માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન ઇજા, સહિતના કુલ ચાર ગુન્હાઓ બન્યા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ચાલુ માર્ચ મહિનામાં એક પણ ગુન્હો બન્યો નહીં હોવાથી, શરીર સંબંધી ગુનાઓમાં 100% જેટલો મહતમ ઘટાડો નોંધાતા, ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ શસ્ત્ર સ્કીમ સફળ થયેલ છે.



