અમદાવાદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ શહેરમાં ભૂતકાળના ગુન્હામાં જ્યારથી આરોપીઓના નામ ખૂલે છે, ત્યારથી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે અને પોલીસ તપાસ કરવા જાય ત્યારે મળી આવતા નથી. જે ઘણા સમયથી વોન્ટેડ હોય છે. જેથી, અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ દ્વારા અમદાવાદ શહેરમાં ભૂતકાળના ગુનાઓમાં પકડવાના બાકી નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ઉંડાણપૂર્વક તપાસ કરી, પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખી, શહેરના તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે.
આ કાર્યવાહી હેઠળ નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવાની ઝુંબેશના ભાગરૂપે, વટવા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. પી.બી.ઝાલા, પીએસઆઈ એ.બી. ગંધા તથા સ્ટાફના હે.કો. મનોજભાઈ, જોરાવરસિંહ, જયરાજભાઈ, એઝાઝખાન, રણજીતસિંહ, અશોકભાઈ, સહિતની ચુનંદા માણસો ટીમ દ્વારા અસરકારક નોંધપાત્ર કામગીરી કરી, બે દિવસમાં કુલ પાંચ ગુન્હાના 03 નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને બાતમી આધારે પકડી પાડી, ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની આ ખાસ ઝુંબેશ દરમિયાન ઝોન 06 વિસ્તારના વટવા પોલીસ સ્ટેશન દ્વારા (1) વટવા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં ચાર મહિનાથી વોન્ટેડ આરોપી યુસુફ હબીબભાઈ મિયાણા ઉવ . 24 રહે. દુધેશ્વર, અમદાવાદ, (2) વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશનમાં છેડતીના ગુન્હામાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી જીતેન્દ્ર ઉર્ફે સુનિલ દિનેશભાઈ જૈન રહે. પી.ડી. પંડ્યા કોલેજ પાસે, ઘોડાસર, અમદાવાદ તેમજ (3) વટવા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં સાતેક મહિનાથી વોન્ટેડ, ખેડા જિલ્લાના ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશના ગુન્હામાં છ મહિનાથી વોન્ટેડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીબી પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સના ગુન્હામાં એકાદ વર્ષથી નાસતો ફરતો એમ ત્રણ ગુન્હામાં વોન્ટેડ આરોપી આમનખાન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ ઉવ. 24 રહે. દરબાર નગર, નવાપુરા, વટવા, અમદાવાદને પકડી પાડી, ધરપકડ કરી, કુલ પાંચ ગુન્હાના ત્રણ નાસતા ફરતા આરોપીઓ પકડવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી વટવા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ આરોપી આમનખાન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ ભૂતકાળમાં 12 જેટલા ગુનાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુન્હેગાર છે.
આમ, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા ઝોન 06 વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ખાસ ઝુંબેશની કાર્યવાહીમાં માત્ર 02 જ દિવસ દરમિયાન વટવા પોલીસ દ્વારા 05 જેટલા ગુનાઓમાં નાસતા ફરતા/વોન્ટેડ 03 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.