“ભોલે તેરી જટા મે બહેતી હે ગંગાધારા, માંગા જીસે ચાહા વરદાન દે દિયા”
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
અમદાવાદના રોહન પ્રજાપતિ એક અસાધારણ મેરેથોન રનર છે. જેમણે ઝઈજ લંડન મેરેથોનમાં ભાગ લઈ જીનીયસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધામાં જતા પહેલા તેઓ ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. જ્યાં ભગવાનના આશીર્વાદ મેળવી સાથે સાથે સોમનાથ મંદિરના સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક સી.સી ખટાણાએ યુવકની મુલાકાત લઇ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને તે સાકાર પણ થઈ જેની જીત બાદ તેઓ ફરી પાછા સોમનાથ આવ્યા હતા અને સોમનાથ મહાદેવના આશીર્વાદથી જીત મળ્યા બદલ વંદના કરી હતી. અને સોમનાથ મંદિરના સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક સી.સી ખટાણાની ખાસ મુલાકાત લઇ ગુજરાત પોલીસે ભારતનું ગૌરવ વધે તેવી જે શુભેચ્છાઓ પાઠવી હતી તેનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ સૌને પ્રેરક ફિલ્મ ’ચક દે ઇન્ડિયા’ જેવું શુભેચ્છા બળ રાષ્ટ્રીય ખેલાડીને સોમનાથ સુરક્ષા પોલીસે આપ્યુ એ પ્રેરણા સમાન બન્યું હતું.
- Advertisement -
અમદાવાદના રોહન પ્રજાપતિ એક અસાધારણ મેરેથોન રનર છે. તેઓ અલ્ટ્રા ટ્રેઇલ રનર પણ છે. તેમણે દુબઈ મેરેથોન, પ્રાગ મેરેથોન અને ધ બોર્ડર જેવી 50 કી.મી સુધીની દોડમાં પણ ભાગ લીધો છે. તેઓ કેન્યા ખાતે પણ ટ્રેનીંગ લઇ ચૂક્યા છે. અને ઝઈજ લંડન મેરેથોનમાં વિજેતા થયા બદલ રાજ્ય મુખ્યમંત્રીના હસ્તે સન્માન પણ મેળવ્યું છે.