સવારે આંક 55 અને રાત્રે 163: અંકલેશ્વરમાં પણ હવા વધુ ખરાબ બની
અમદાવાદ શહેર બુધવારના રોજ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટ પ્રમાણે, અમદાવાદમાં બુધવારે સવારે 9 કલાકે 55 AQI (હવાની ક્વોલિટી) હતી, જે સાંજે 6 વાગે 126 અને રાત્રીના 9 વાગ્યા સુધીમાં 163 થઈ ગયું હતું.
- Advertisement -
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદુષિત જોવા મળી હતી. મનપાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે, સરખેજ સાબર હોટલ પાસે, વાયએમસીએ ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવતા ધુમાડો થયો હતો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પદૂષણ વધ્યું હતું. અમદાવાદના ગ્યાસપુરમાં 326 AQI સાથે સીધી ખરાબ હવા નોંધાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે 220 AQI , સોની ચાલી વિસ્તારમાં 210 AQI અને સેટેલાઈટ, રામદેવનગર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું હતું. તો અંકલેશ્વરમાં પણ પ્રદૂષણ વધ્યું છે.
પદૂષણની સ્થિતિમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આ હવાનું સ્તર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, હવામાં પ્રદૂષણનું સ્તર વધારે હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, માથાનો દુખાવો જેવી પરેશાનીઓ આવી શકે છે. વાહન ચલાવતી વખતે અને મુસાફરી કરતા હોય ત્યારે માસ્ક અને ચશ્મા પહેરવાનું રાખો. શક્ય હોય તો ઘરમાં જ રહો અને ઘરના દરવાજા તેમજ બારીઓ બંધ રાખો. બાળકોને ઘરમાં રાખવા જોઈએ.