શરીર સંબંધી ગુનાઓ અંકુશમાં લેવા પ્રયત્નો હાથ ધરાયા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
સામાન્ય રીતે શરીર સંબંધી ઇજાઓના ગુન્હાઓ સાંજના સમયે સાંજના છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા દરમિયાન બનતા હોય, આ સમયમાં મારામારી અને ઇજાના ગુન્હાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે. જેથી ગુજરાત રાજ્યના પોલીસ વડા અને ડીજીપી વિકાસ સહાય દ્વારા ઇજાના ગુન્હા બનતા અટકે અને ઇજાના ગુનાઓમાં ઘટાડો થાય, તેવા હેતુથી શરીર અને મિલકત સબંધી ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ, પ્રોહીબિશન/જુગારના બૂટલેગર હિસ્ટ્રીશિટરોને ચેક કરવા, નાકાબંધી કરવા, ગુન્હેગારો ઉપર કાર્યવાહી કરવા માટે ગુજરાત રાજ્યના ચારેય મોટા શહેરો કે જ્યાં પોલીસ કમિશનરેટ વિસ્તાર આવેલ છે, ત્યાં જે જે પોલીસ સ્ટેશનમાં ઇજાના ગુન્હાઓ વધારે બને છે, તેવા પોલીસ સ્ટેશનો પસંદ કરી, શસ્ત્ર (શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન) સ્કીમ જઇંજઝછઅ શરૂ કરવામાં આવ્યું છે.
અમદવાદ શહેરના ઝોન 06 વિસ્તારના ઈસનપુર પોલીસ સ્ટેશનને શસ્ત્ર સ્કીમ અંતર્ગત હોય, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ એન.આર.સોલંકી, સ્ટાફના હે.કો. ભરતભાઈ, રમેશભાઈ, પ્રદીપભાઈ સહિતની ટીમ દ્વારા શસ્ત્ર સ્કીમ અંતર્ગત દરરોજ સાંજના કલાક છ વાગ્યાથી રાત્રિના કલાક બાર વાગ્યા સુધી ટીમ સાથે દરરોજ કામગીરી કરી, શસ્ત્ર સ્કીમ અન્વયે અસરકારક કામગીરી શરૂ કરી, કાર્યવાહી કરવામાં આવતા, પરિણામ સ્વરૂપ શરીર સંબંધી ઇજા, રાયોટિંગ, ખૂન જેવા ગુનાઓમાં અગાઉના વર્ષની સરખામણી માં 75 % જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયેલો છે.
- Advertisement -
આશરે 20 થી 25 દિવસ જેટલા સમયગાળા દરમિયાન સઘન વાહન ચેકીંગ તથા નાકાબંધી કરી, હથિયાર સાથે ફરતા 10 ઈસમો, કેફી પીણું પીને વાહન ચલાવતા 06 ઈસમો, હદપારી ભંગ બદલ 01 ઇસમ, પ્રોહિબિશન એક્ટ મુજબ દેશી દારૂ સાથે 15 તથા દારૂ પીધેલ 05 મળી કુલ 20 ઇસમો, જુગારના 02 કેસોમાં 08 ઇસમોને પકડી પાડી, તમામ મળી કુલ 45 આરોપીઓની ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 825 વાહનો ચેક કરી, 54 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે તથા એમસીઆર 232, હિસ્ટ્રીશીટર 136, પ્રોહી બૂટલેગર 89, જુગારની પ્રવૃતિ કરતાને 17 વખત ચેક કરવામાં આવી છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન ચાલુ સાલે માત્ર એક સામાન્ય મારામારીનો ગુન્હો બનતા, શરીર સંબંધી ગુનાઓમાં 75 % જેટલો મહતમ ઘટાડો નોંધાતા, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ શસ્ત્ર સ્કીમ સફળ થયી છે. આમ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલી શસ્ત્ર સ્કીમની અમલવારી શરૂ કરી, શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા અંકુશમાં લેવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે.