અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર ભારતના આઠ શહેરોની યાદીમાં અમદાવાદ સૌથી વધુ અફોર્ડેબલ શહેર બન્યું તો મુંબઈ આ યાદીમાં સૌથી ઓછું અફોર્ડેબલ શહેર બન્યું છે.
દેશમાં ભલે સામાન્ય માણસનો પગાર વધી રહ્યો છે પરંતુ મોંઘવારી પણ એટલી જ વધી રહી છે. તેના કારણે જ આજે સામાન્ય માણસ કોઈ સેવિંગ કરી શકતો નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એવા શહેરમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં તેની આવક ખર્ચા કરતાં વધુ દેખાઈ. એવામાં દેશના ટોચના આઠ શહેરોમાં ગુજરાતનું અમદાવાદ સૌથી વધુ પોસાય તેવું એટલે કે અફોર્ડેબલ શહેર છે.
- Advertisement -
અમદાવાદ ભારતના અન્ય મોટા શેહરો કરતાં સસ્તું છે
વાત એમ છે કે બુધવારે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઈટ ફ્રેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર અમદાવાદ ભારતમાં સૌથી વધુ અફોર્ડેબલ શહેર બન્યું છે. આ ઇન્ડેક્સ લોકોની ઘરો અથવા અન્ય સામાન ખરીદવાની ક્ષમતા અને તેની સાથે જ માસિક હપ્તાના ગુણોત્તર અને કુટુંબની સરેરાશ આવક પર આધારિત છે. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં અમદાવાદનો રેશિયો દેશના બાકીના 8 શહેરોની સરખામણીમાં સૌથી ઓછો રહ્યો છે.
- Advertisement -
ક્યા શહેરની છે કેટલી રેન્કિંગ?
ઇન્ડેક્સમાં અમદાવાદ 23 ટકાના રેશિયો સાથે સૌથી અફોર્ડેબલ એટલે કે પોસાય તેવું શહેર છે અને આ પછી યાદીમાં કોલકાતા અને પૂણે આવે છે જએનો રેશિયો 26 ટકા છે. આ સાથે જ સૌથી 55 ટકાના વધુ રેશિયો સાથે મુંબઈ આ યાદીમાં સૌથી ઓછું અફોર્ડેબલ શહેર છે. આ યાદીમાં દેશની રાજધાની દિલ્હી 30 અને હૈદરાબાદ 31 ટકા રેશિયો છે. બેંગલુરુ અને ચેન્નાઈ બંનેએ ઇન્ડેક્સમાં 28 ટકાનો રેશિયો હતો.
એટલે કે આઠ શહેરોની યાદીમાં મુંબઈ આઠમા ક્રમે છે, ત્યારબાદ હૈદરાબાદ સાતમા, દિલ્હી છઠ્ઠા, બેંગલુરુ પાંચમા, ચેન્નાઈ ચોથા, પૂણે ત્રીજા અને કોલકાતા બીજા ક્રમે અને અમદાવાદ પહેલા ક્રમે છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, અમદાવાદ દેશનું સૌથી વધુ પોસાય તેવું શહેર છે. આ રિપોર્ટ માસિક EMI (સમાન માસિક હપ્તા)ના ગુણોત્તર અને આ શહેરોમાં રહેતા લોકોની માસિક આવકના આધારે મેળવવામાં આવ્યો છે. આ યાદી અનુસાર દેશના મોંઘા શહેરોમાં મુંબઈનો સમાવેશ થાય છે.