અમદાવાદમાં ફરી એકવાર વૃદ્ધોની સલામતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાંથી વૃદ્ધ દંપતીની હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના થલેતજ વિસ્તારમાં હેબતુપર ચાર રસ્તા પાસેના શાંતિ પેલેસમાં ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોવી જોઈએ તેવું માનવામાં આવી રહ્યું છે. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદમાં એકલાં રહેતાં વૃદ્ધોની હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં વધુ એક કિસ્સાએ એકલાં રહેતાં વૃદ્ધોમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુર ચાર રસ્તા પાસે શાંતિ પેલેસ બંગ્લોઝમાં અશોક કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલ ઘરમાં એકલાં જ રહેતાં હતા. તેમનો એક પુત્ર દુબઈમાં રહે છે. જ્યારે દીકરી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહે છે. વહેલી સવારે આ વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વૃદ્ધ દંપતીના એક પરિવારજને જણાવ્યું કે, સવારે 8 વાગ્યાની આસપાસ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. સવારે આજબાજુમાં દંપતીએ સિક્યોરિટીને ચા પણ આપી હતી. બાજુવાળાને જ્યુસ પણ આપ્યો હતો. અને સવારે સ્કૂટર સાફ કરતાં તેઓને પાડોશીઓએ જોયા હતા. અને ચાર લોકોને ઘરમાંથી ભાગતાં સિક્યોરિટી મેને જોયા હતા.
- Advertisement -
વડીલો નથી સુરક્ષિત
વૃદ્ધો પર વધતા ક્રાઇમ રેટ સામે પોલીસ શું કરી રહી છે?
વૃદ્ધોને બાનમાં લેતી ગેંગો કેમ નથી પકડાઈ રહી?
પોલીસ કેમ આવી ગેંગની કડી સુધી નથી પહોંચી શકતી?
વૃદ્ધોના ઘરે સમયાંતરે કેમ નથી જતી પોલીસ?
એકલા રહેતા વૃદ્ધોની દેખરેખમાં કેમ પોલીસ પાછી પડી રહી છે?
વૃદ્ધોની સુરક્ષામાં પોલીસ કેમ નિષ્ફળ?
એકલા રહેતા વૃદ્ધો કોના સહારે?
આટલા ગુનાઓ બાદ પણ કેમ પોલીસ સક્રિય નથી?