સંસદના શિયાળુ સત્રની શરૂઆત થતા પહેલા આજે કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના તમામ દળોના સાંસદ ભાગ લેશે. લોકસભા આધ્યક્ષ ઓમ બિરલા આ સમિતીની બેઠકનું સંબોધન કરશે.
કેન્દ્ર સરકાર આ શિયાળુ સત્રને સારી રીતે ચલાવવા માટે વિચારણા કરી રહી છે, જેના માટે બધા રજાનૈતિક દળો પાસેથી સહયોગ માંગ્યો છે. આ બેઠકમાં સદનના સુચારૂ રૂપથી કામકાજ માટે સુનિશ્ચિત કરશે, સત્ર દરમ્યાન વિધાયકના કાર્યો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવાની સંભાવના છે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના તમામ દળોના સાંસદ ભાગ લેશે. સાંસદીય કાર્યો મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, અમે સંસદના સત્ર દરમ્યાન બધા સભ્યો પાસેથી ઉચિત વિચારોના આદાન- પ્રદાનની આશા રાખીએ છિએ.
- Advertisement -
7 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર
ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થઇને 29 ડિસેમ્બર સુધી ચાલે છે. આ દરમ્યાન 17 બેઠક થશે. દિલ્હી એમસીડી ચુંટણીના પરિણામ સંસદન સત્રના પહેલા દિવસે જ આવશે. જ્યારે બીજા દિવસે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીનું રિઝલ્ટ આવશે. માનવામાં આવી રહ્યું છે કે, પહેલા બે દિવસ ચુંટણીના પરિણામોની ચર્ચા જ રહેશે.
16 વિધાયકો હાજર રહેશે
આ વખતે પારંપરિક રીતે સત્ર પહેલા આયોજીત કરવામાં આવનારી સર્વદળીય બેઠકના સ્થાન પર કાર્ય મંત્રણા સમિતિની બેઠક બોલાવવામાં આવશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે આ સમિતીની બેઠક કરશે. છેલ્લા અઠવાડિયે સરકારે શિયાળુ સત્ર દરમ્યાન રજુ કરનારા 16 વિધાયકોની લિસ્ટ બહાર પાડી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છએ કે, વિપક્ષની પાર્ટી પણ આ વાતનો વિરોધ કરી શકે છે.
સાંસદ સત્રમાં કોંગ્રેસ આ મુદાની ચર્ચા કરશે
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટી શિયાળુ સત્રને લઇને શનિવારની પાર્ટીની સંસદીય બેઠક બોલાવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની આગેવાનીમાં આ મહત્વપૂર્ણ બેઠક 70 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠકમાં પાર્ટી સાંસદમાં ભારત-ચીન સીમા વિવાદ, મોંઘવારી સહિતા કેટલાય મુદા સાંસદમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે, જે લોકો અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા છે.
- Advertisement -