સુચારુ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરીની આનુષંગિક પ્રક્રિયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
- Advertisement -
13 -જૂનાગઢ સંસદીય મતવિસ્તારની મતગણતરીનો આરંભ આજરોજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી ખાતે ઓબ્ઝર્વરશ્રીઑ, જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનીલ રાણાવસિયા, નિવાસી અધિક કલેક્ટર એન.એફ. ચોધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, તેમજ મદદનીશ રીટનિંગ ઓફિસરશ્રીઓની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં થયો હતો.
સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી .ત્યાર બાદ 13 જુનાગઢ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાનસભાનાં સાત હોલ ખાતેનાં કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઉમેદવારો, વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રી, ચૂંટણી એજન્ટો વગેરેની ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત હેલ્પ ડેસ્ક, મીડિયા સેન્ટર, સીસીટીવી ઇલેક્શન બ્રાન્ચ, પબ્લિક કોમ્યુનિકેશન રૂમ, એનઆઇસી કંટ્રોલરૂમ વગેરેમાં પણ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરીની આનુસંગિક પ્રક્રિયા થઈ રહી છે.