જૂનાગઢ APMC દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે સ્વતંત્ર મોબાઇલ એપ લોન્ચ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો તેમજ કૃષિ પેદાશોની લે-વેચ સાથે સંકળાયેલા તમામ લોકો માટે એક અત્યંત ઉપયોગી સ્વતંત્ર મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી અઙખઈ સાથે જોડાયેલા તમામ હિતધારકોની કાર્યપદ્ધતિ એકદમ સરળ બની જશે. આ એપમાં ખેડૂતોથી લઈને અઙખઈ સુધીની તમામ વિગતો, કૃષિ પેદાશો તેમજ શાકભાજી અને ફળફળાદીના દૈનિક બજાર ભાવ, આવક, વરસાદની માહિતી, APMCના નિર્ણયો તથા અન્ય મહત્વની જાણકારીઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ નવીન એપમાં કૃષિ જણસોના બજાર ભાવો, શાકભાજી તથા ફળફળાદીની આવક અને તે દિવસની હરાજીના ભાવો જેવી તમામ વિગતો સામેલ છે. ખેડૂતલક્ષી માહિતીમાં વેપારીઓ તથા કમિશન એજન્ટોના પેઢીના નામ-સરનામાં, માર્કેટિંગ યાર્ડ કયા દિવસે બંધ રહેશે, કામકાજ ક્યારે શરૂ થશે, વરસાદ/કમોસમી વરસાદના દિવસોમાં હરાજીની સ્થિતિ અને કઈ કૃષિ જણસો કયા સમયે વેચાણ માટે અઙખઈમાં લાવવી જેવી પાયાની અને મૂળભૂત વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપમાં બજાર સમિતિના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના ટેલિફોન નંબર પણ દર્શાવવામાં આવ્યા છે, જેથી કોઈપણ ખેડૂત ઘરે બેઠાં કૃષિ જણસોની લે-વેચ સંબંધિત પ્રશ્ર્નોની વિગતવાર ચર્ચા કરી શકે.
- Advertisement -
APMC દ્વારા શરૂ કરાયેલી આ મોબાઇલ એપમાં અનાજ, તેલીબિયાં, શાકભાજી તથા ફળફળાદીના ભાવો દરરોજ અપડેટ સાથે જોઈ શકાશે. ખેડૂતો ઘરે બેઠાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવોની સરખામણી અન્ય બજારોના ભાવો સાથે કરી શકશે, જેના કારણે તેઓ કઈ કૃષિ જણસો કયા સમયે કયા APMCમાં વેચવી તેનો સચોટ નિર્ણય લઈ શકશે. આ એપમાં હરાજીની આવક, બજાર ભાવ તથા ખાસ કરીને સૌથી ઊંચા કે સૌથી નીચા ભાવો પણ જોઈ શકાય છે, જે ખેડૂતોને પોતાના કૃષિ પાકોનું વાવેતર અને વેચાણનું આયોજન કરવામાં મદદરૂપ થશે.



