- FSSA – 2006 અન્વયે ફુડ શાખા દ્વારા ખાદ્યચીજના કુલ ૪ નમુના લેવામાં આવેલ
- FSSA – 2006 અન્વયે આઇસ્ક્રીમના લેવાયેલ ૨ નમુના નાપાસ (સબસ્ટાન્ડર્ડ)
- ફરિયાદના અનુસંધાને ફુડ શાખા દ્વારા ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશનને રીપોર્ટ કરતા ડી.કે.એન્ટરપ્રાઇઝ (અમુલ પાર્લર) ની એજન્સી સસ્પેન્ડ અને પૂરવઠો સ્થગિત કરેલ.
- દૂધનું વિતરણ કરતા કુલ – ૩૯ ફેરીયાની કોરોના વેક્સિનેશન બાબતે ચકાસણી કરી, કોરોના વેક્સીન વહેલીતકે લેવા સૂચના આપવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે.
- Advertisement -
- નમુનાની કામગીરી:- જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં (૧) Ram Gold Toor Dal (from 25 kg pkd), સ્થળ: નેક્સસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૨) “11 Double One Moong Mogar (from 30 kg pkd bag), સ્થળ:- નેક્સસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૩) રાધેઆઇસ્ક્રીમ (from 5 ltr pkd), સ્થળ:- મોવિયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રીમ, પેડક રોડ (૪) મગ છડી દાળ, સ્થળ:- ખોડીયાર પ્રોવિઝન સ્ટોર, મારૂતિનગરનો સમાવેશ થાય છે.
- નાપાસ થયેલ નમુનાની વિગત:-
ક્રમ | નમુનાનું નામ | પેઢીનું નામ | પરિણામ | નાપાસ થવાનું કારણ |
૧. | PHINIX ICE CREAM SPECIAL THABDI (FROM 100 ML PACK) | Phinix Agency ન્યુ જલારામ મે.રોડ મોરબી રોડ | સબસ્ટાન્ડર્ડ | મિલ્ક ફેટ ઓછા |
૨. | નટચોકો લાઇવ આઇસ્ક્રીમ- Advertisement -(લાઇવ તવા) | સહજાનંદ ફુડ્ઝ બીગબજાર પાસે | સબસ્ટાન્ડર્ડ | મિલ્ક ફેટ ઓછા |
ફરિયાદ અન્વયે ચેકીંગ :- રાજકોટ શહેરના ફરિયાદીશ્રી ભુપતભાઇ ભોજાણી દ્વારા રાજકોટ સ્થિત પંચનાથ મંદિર, ડૉ.આર.પી.રોડ સ્થળે આવેલ ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અંગે ગાંધીનગર FDCA ને ઓનલાઇન ફરિયાદ કરેલ હતી.
ફરિયાદીની ફરિયાદની વિગત અન્વયે ફરિયાદીશ્રીએ અમુલ પાર્લર પાસેથી ચોકોબાર ખરીદતા તેમણે અમુલ પાર્લર હોવા છતાં અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબાર આપેલ. જેની તેમણે ગાંધીનગર ફરિયાદ કરતા આ ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગને તપાસ માટે જાણ કરેલ.
ફુડ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરતા ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અન્ય બ્રાન્ડની પણ ખાદ્યસામગ્રી વેંચાણમાં આવતી હતી. સ્થળ પર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબારનો નમુનો લીધેલ તથા હાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ આપેલ.
અમુલ કંપનીના MOU તથા નિયમો અન્વયે અમુલ પાર્લરમાં કંપની દ્વારા નિયત કરેલ ખાદ્યસામગ્રી વેચવાની મંજુરી મળતી હોય છે.
ઉપરોક્ત કામગીરીનો અહેવાલ ગાંધીનગર FDCA અને ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીને મોકલેલ. ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીએ તાત્કાલિક અસરથી ડી.કે.એન્ટરપ્રાઇઝ – અમુલ પાર્લરની એજન્સી સસ્પેન્ડ કરેલ છે અને અમુલ પાર્લરમાં કંપનીમાંથી પુરવઠો ઇસ્યુ કરવાનું સ્થગિત કરેલ છે.
- દૂધનું વેચાણ કરતા ફેરીયા દ્વારા વેક્સિન લીધેલ છે કે નહી ? તે અંગે ચકાસણી ઝુંબેશ :-
- ફુડ શાખા દ્વારા વહેલી સવારે દૂધનું વેચાણ કરતા ફેરીયાની કોરોના વેક્સિનેશન બાબતે ચકાસણી કરવામાં આવેલ તેમજ વેક્સિન ન લીધી હોય તેમને વહેલીતકે વેક્સીન લેવા સુચના આપેલ.
ક્રમ | પેઢીનું નામ | વિસ્તાર | વેક્સીલ લીધેલ હા / ના | રીમાર્ક્સ |
૧. | ન્યુ રાધે ફાર્મ | કુવાડવા રોડ | હા | – |
૨. | નટવરલાલ દેસાણી | ભીચરી ગામ | હા | – |
૩. | યોગેન્દ્રસિંહ ચુડાસમા | ગાંધીગ્રામ | હા | – |
૪. | વિજય ઇન્દુભાઇ ડાભી | કરણપરા | હા | – |
૫. | રઘુભાઇ સામતભાઇ કહલ | ૪૦’ રોડ | હા | – |
૬. | સિંધાભાઇ ફાંગલીયા (ક્રિષ્ના ડેરી) | નુતન પ્રેસ રોડ | હા | – |
૭. | સાત્વિક દૂધ (સાગરભાઇ) | વિમલનગર | હા | – |
૮. | નકુમ સંજયભાઇ મીઠાભાઇ | ગાંધીગ્રામ | ના | – |
૯. | માત્રાભાઇ રાઘવભાઇ | સાતહનુમાન પાછળ | ના | – |
૧૦. | સંજયભાઇ | મેસરીયા | ના | – |
૧૧. | વિક્રમભાઇ કમલેશભાઇ | રૈયા ગામ | હા | – |
૧૨. | જબરાભાઇ માલાવી | રૈયા ગામ | ના | – |
૧૩. | ભરતભાઇ ચનાભાઇ સાવલીયા (ખોડીયાર ડેરી) | સાધુવાસવાણી રોડ | હા | – |
૧૪. | તુષારભાઇ કામજીભાઇ લીંબાસિયા (નાગબાઇ ડેરી) | મોરબી રોડ | ના | – |
૧૫ | રાજવિ મિલ્ક બાર |