IQAC અને CCDC વિભાગોમાં ડિરેક્ટરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરાઈ: IQAC અને CCDC બન્ને પોસ્ટ માટે વયમર્યાદા 50 વર્ષની કરી જ્યારે યુજીસીમાં વયમર્યાદાની કોઇ જોગવાઇ નથી
CCDC માટે લાયકાતમાં કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ અનુભવ માંગવામાં આવ્યો છે, પરંતુ જઙઈંઙઅ અથવા ૠઙજઈનો અનુભવ લાયકાતમાંથી જ કાઢી દેવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વખત IQAC અને CCDC વિભાગોમાં ડિરેક્ટરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પણ પ્રારંભથી જ આ ભરતી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કુલપતિ ડો. ઉત્પલ જોશી દ્વારા યુજીસીના નોમ્ર્સને અવગણીને વય મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવતા સિનિયર અને અનુભવી ઉમેદવારો આપમેળે બહાર થઈ ગયા છે. આ નિર્ણયથી એકેડેમિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે યુજીસી નોમ્ર્સ મુજબ આવી પોસ્ટ માટે પ્રોફેસર લાયકાત ધરાવતા, લાંબા અનુભવવાળા ઉમેદવાર લાયક ગણાય છે. પરંતુ કુલપતિ ડો. જોશીએ જાહેરાતમાં જ લાયકાતમાં ભારે ફેરફાર કરી પોતાની રીતે નિયમો ઘડતા સિનિયર ઉમેદવારોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વયમર્યાદા 50 વર્ષ રાખવાનો નિર્ણય તપાસ માંગતો પ્રશ્ન ઉભો કરે છે. ઇતિહાસમાં રાજ્ય સરકાર પોતે 60 વર્ષ સુધીના ઉમેદવારોની નિમણૂંક કરી ચૂકી છે, પરંતુ યુનિવર્સિટીમાં અચાનક આટલી કડક વયમર્યાદા કેમ?
જાહેરાતમાં યુજીસીની ફરજિયાત લાયકાતના બદલે ‘ઇચ્છિત લાયકાત’ના મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી ચોક્કસ ઉમેદવારોને ફાયદો થાય તેવો માહોલ સર્જાયો છે.
ખાસ કરીને IQAC અને CCDC માટે માંગેલી કુશળતા (કમ્યુનિકેશન, મલ્ટિપલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કાઉન્સેલિંગ અનુભવ વગેરે) માટે કોઈ પ્રમાણપત્ર કે માપદંડ માંગવામાં આવ્યા જ નથી. CCDC માટે ઇચ્છિત લાયકાતમાં કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ અનુભવ માંગવામાં આવ્યો છે, પરંતુ SPIPA અથવા GPSCનો અનુભવ લાયકાતમાંથી જ કાઢી દેવાયો છે.



