‘યોગેશ પટેલ હાય હાય’ ના નારા સાથે રેલી સ્વરૂપે દુર્વ્યવહારનો અપાયો જવાબ
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ બે દિવસ પહેલા હળવદ ઘુડખર અભ્યારણ રેન્જના માલણીયાદ રેન્જના એંજાર ગામે અગરીયાને રોકીને ગાળો આપી તેમજ લાત મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વીડિયો સંદર્ભે લાત અને લાફા મારનાર અધિકારીઓ સામે કડક પગલા લેવા માટે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં ઈજાગ્રસ્ત યુવાને ગત મોડી સાંજે હળવદની સરકારી હોસ્પિટલમાં તબીયત લથડતા સારવાર લીધી હતી અને એમએલસી દાખલ કરવામાં આવી હતી.
- Advertisement -
આ સમગ્ર બનાવની વાત કરીએ તો, એંજાર ગામે અગરીયાઓને રોકીને તેની પૂછપરછ દરમિયાન મામલો વણસ્યો હતો અને વનવિભાગના અધિકારી દ્વારા અગરીયાઓ સાથે દુવ્ર્યવહાર કરવામાં આવ્યો હતો જેથી કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક અધિકારી અગરીયાને લાત મારતા હોય તેમજ ગાળો આપતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે બાદ ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો તો સાથે માર મારનાર અધિકારી સામે એમએલસી દાખલ કરવામાં આવી હતી જ્યારે આ ઘટના અંગે સમગ્ર ઠાકોર સમાજે સંગઠીત બનીને આજે ’યોગેશ પટેલ હાય હાય’ ના નારા સાથે રેલી સ્વરૂપે હળવદ મામલતદાર ચિંતન આચાર્યને આવેદન આપીને ન્યાયિક પગલા લેવા રજૂઆત કરી હતી અને જો યોગ્ય ન્યાયિક પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.