દર 4 થી 6 મહિનામાં કોરોનાની એક નાની લહેર આવતી હોય છે
ખાસ-ખબર સંવાદદાતા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.ર્સોમ્યા સ્વામીનાથને કહ્યું કે, વધતા કેસએ મિની કોરોના વેવની શરૂઆત હોઈ શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે 7000 થી વધુ કેસ મળી આવ્યા હતા. સ્વામીનાથને જણાવ્યું હતું કે હાલમાં જે પેટા પ્રકારો જોવામાં આવી રહ્યા છે તે મૂળ ઓમિક્રોન ઇઅ.1 કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને એવી શક્યતા પણ છે કે તે ઝડપથી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એવું પણ જોવામાં આવી રહ્યું છે કે દર 4 થી 6 મહિનામાં કોરોનાની એક નાની લહેર આવી છે. અત્યારે જે કેસ આવી રહ્યા છે તે આ પ્રકારના છે. તેમણે કહ્યું કે આ વેરિયન્ટનો સામનો કરવા માટે કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, પરંતુ હવે વેરિયન્ટને પણ ટ્રેક કરવું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું કે હવે કોરોનાની તપાસ ઘરે જ ઉપલબ્ધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આના કારણે કેસ ઓછા જોવા મળે તેવી સંભાવના છે. અત્યારે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ પર નજર રાખવાની જરૂર છે. આ ઉપરાંત ઉચ્ચ જોખમ ધરાવતા લોકો, ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઈએ. તેમણે કહ્યું કે ઇઅ 4 અને ઇઅ 5 વેરિઅન્ટને કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોનાની પાંચમી લહેર આવી છે. જોકે આ લહેર પ્રમાણમાં નાનું હતું.