કંપનીઓના મર્જર બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસ કહેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2023ના અંત સુધીમાં મર્જર થઈ શકે છે અને તેનો ઉદ્દેશ્ય એર ઈન્ડિયા જૂથ માટે સસ્તું એરલાઈન બનાવવાનો છે. મર્જર બાદ જે કંપની બનશે તેનું નામ ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ હશે. એર એશિયાની શરૂઆત 2014માં થઈ હતી જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસે 2005માં ફ્લાઈટનું કામ શરૂ કર્યું હતું. વિસ્તારા પછી એર એશિયાનું પણ થશે મર્જર, 2023 સુધીમાં આ કંપનીઓ ટાટા ગ્રુપની હશે. એર ઈન્ડિયાએ બુધવારે કહ્યું કે, એર એશિયા ઈન્ડિયાને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં (અશિ ઈંક્ષમશફ ઊડ્ઢાયિતત) મર્જ કરવા માટે કામ ચાલી રહ્યું છે અને મર્જર 2023ના અંત સુધીમાં થઈ શકે છે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ પણ એર એશિયા ઈન્ડિયામાં 100% હિસ્સા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એરએશિયા ઈન્ડિયા એ ટાટા સન્સ અને એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આમાં ટાટા સન્સ 83.67 ટકા અને એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ 16.33 ટકા હિસ્સો ધરાવે છે. એ જ રીતે વિસ્તારા એરલાઈન્સ પણ એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે, જેમાં સિંગાપોર એરલાઈન્સનો હિસ્સો છે.
- Advertisement -
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વિલય 2023ના અંત સુધી હોઈ શકે છે અને ઉદ્દેશ્ય એર ઈન્ડિયા જૂથ માટે એક સસ્તી એરલાઈન બનાવવી છે. વિલય પછી જે કંપની બનશે તેને ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ કહેવામાં આવશે. એરએશિયા 2014ની શરૂઆત થઈ હતી જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્લાઈટ કામ 2005માં શરૂ થયું હતું. એર ઈન્ડિયાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બે કિફાઈતી એરલાઈન એરએશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની પ્રક્રિયા કંપનીની રી-સ્ટ્રક્ચરિંગની યોજના હેઠળ છે. તેણે કહ્યું કે-આ પ્રક્રિયામાં લગભગ 12 મહિનાનો એટલે કે એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.
મર્જરનું આયોજન શું છે
અગાઉ, મલેશિયન એરલાઇન એરએશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે એરએશિયા ઇન્ડિયામાં તેનો બાકીનો હિસ્સો એર ઇન્ડિયાને વેચવા માટે કરાર કર્યો છે. ટાટા ગ્રૂપ અને મલેશિયન એન્ટિટીની માલિકીની એરએશિયા ઇન્ડિયાએ જૂન 2014માં કામગીરી શરૂ કરી હતી. એરએશિયા એવિએશન ગ્રુપ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે એર એશિયા ઇન્ડિયાના બાકીના શેર એર ઇન્ડિયાને વેચવા માટે શેર ખરીદી કરાર કર્યો છે. એર ઈન્ડિયા ગ્રૂપના ખર્ચ-અસરકારક સંચાલનને એકીકૃત કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે, એક કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી છે. જેની સહ-અધ્યક્ષતા એર એશિયાના મેનેજમેન્ટ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ ભાસ્કરન અને એર ઈન્ડિયા એક્સપ્રેસના મુખ્ય કાર્યકારી અધિકારી આલોક સિંઘ કરશે. આ કાર્યકારી જૂથ એર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સનની આગેવાની હેઠળની સમિતિને રિપોર્ટ કરશે. વિલ્સને કહ્યું, અમે એર ઈન્ડિયા ગ્રુપને એક સસ્તું એરલાઈન બનાવવા માટે કામ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ.