ચાલુ વર્ષે ગઇકાલે જ પૂર્ણ થયેલ જૂનાગઢની પરંપરાગત લિલી પરીક્રમાનુું સંચાલન રાજકોટ એસ.ટી. ડેપો અને વિભાગને ખુબ જ ફળ્યું છે અને ચાલુ વર્ષે બે વર્ષ બાદ રાજકોટ એસ.ટી. ડેપો અને વિભાગને ખુબ જ સારી અને નોંધપાત્ર આવક થવા પામી છે.
આ અંગેની રાજકોટ એસ.ટી. વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ, ગત 2 થી 7 દરમિયાન રાજકોટ એસ.ટી. વિભાગે લીલી પરીક્રમા માટે 425 થી વધુ એકસ્ટ્રા ટ્રીપો દોડાવી હતી અને આ એકસ્ટ્રા સંચાલન થકી રાજકોટ એસ.ટી. વિભાગને રૂા.20 લાખથી વધુની એકસ્ટ્રા આવક થઇ છે. આટલી આવક થઇ છે. આટલી આવક કોરોના કાળના બે વર્ષ બાદ થવા પામી છે.
- Advertisement -
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ એસ.ટી. ડેપો એ જ તા. 2 થી 7ની વચ્ચે પરીક્રમા માટે સૌથી વધુ 306 એકસ્ટ્રા ટ્રીપો દોડાવી હતી અને આ સંચાલન થકી જ રાજકોટ ડેપોને બે વર્ષની હાઇએસ્ટ રૂ.16 લાખની આવક થવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ બાદ કોરોના મહામારી કાબુમાં આવી છે અને કોરોના લગભગ ખત્મ થઇ ગયો છે. આથી ચાલુ વર્ષે સાતમ, આઠમ, દિવાળીના તહેવારોમાં લોકો બહાર નીકળી પડયા હતા. લીલી પરીક્રમા માટે પણ ચાલુ વર્ષે વ્યાપક ટ્રાફીક નીકળતા એસ.ટી.ને નોંધપાત્ર આવક થવા પામી છે.