રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે. બંને તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ગોવામાં બંને લગ્ન કરશે.
આ દિવસોમાં રકુલ પ્રીત સિંહ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી અભિનેતા-નિર્માતા જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. રકુલે 2022 માં તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર જેકી સાથેની તસવીરો શેર કરીને ચાહકોને આ વિશે જણાવ્યું હતું.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
એવામાં હવે ચાહકો રકુલ અને જેકીના લગ્નની રાહ જોઈ રહ્યા છે, જેનો અંત આવવાનો છે. આ કપલના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ, રકુલ અને જેકી 21 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. બંને તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ગોવામાં બંને લગ્ન કરશે.
આ સાથે જ એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રકુલ અને જેકી તેમના લગ્નને ગુપ્ત રાખવા માંગે છે. તેમના લગ્નની તારીખ કોઈને ખબર નથી. ડિઝાઇનર્સ અને ફોટોગ્રાફરો માટે પણ તારીખ વિશે જાણ કરવામાં આવી નથી. એવામાં હાલ સમાચાર આવ્યા છે કે રકુલ અને જેકી 21 ફેબ્રુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. એવા પણ અહેવાલ છે કે કપલના પ્રી-વેડિંગ ફંક્શન 19 અને 20 ફેબ્રુઆરીએ યોજાશે.”
View this post on Instagram
રકુલ-જેકી 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. 2022 માં, રકુલે તેના જન્મદિવસ પર જેકી સાથેની એક તસવીર શેર કરીને તેના સંબંધોને જાહેર કર્યા હતા. તેણે જેકીને તેની ‘સૌથી મોટી ભેટ’ ગણાવી હતી. જેકી સાથેની તેની લવ સ્ટોરી વિશે ખુલાસો કરતી વખતે, રકુલે કહ્યું હતું કે તે બંને પાડોશી હતા, પરંતુ તેઓએ ક્યારેય વાત કરી ન હતી. બંનેની મુલાકાત એક મિત્ર દ્વારા થઈ હતી.