દેશનું સૌથી ધનિક મંદિર તિરુપતિ બાલાજીના પ્રખ્યાત લાડુમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ભેળસેળ પણ એવી કઈ નાની નથી. આ લાડુમાં ગૌમાંસની ચરબી, માછલીનું તેલ અને પશુઓની ચરબી મળી છે. આ માહિતી સામે આવ્યા બાદ તિરુપતિના ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે આ ઘટનાના પડધા દેશના મોટા ભાગના મંદિરોમાં પડ્યા છે.
ઓડિશા સરકાર દ્વારા મંગળવારે પુરીના જગન્નાથ મંદિરમાં પ્રસાદ તૈયાર કરવા માટે વપરાતા ઘીની ગુણવત્તા તપાસવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરમાં લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગના વિવાદ વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
- Advertisement -
તપાસ કરવામાં આવી રહી છે
પુરીના જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકરે જણાવ્યુ હતુ કે અહીં આવા કોઈ આક્ષેપો કરવામાં આવ્યા નથી. પરંતુ વહીવટીતંત્ર 12મી સદીના મંદિરમાં કોઠા ભોગ અને બારાડી ભોગ તૈયાર કરવા માટેના મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વપરાતા ઘીની ગુણવત્તા તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સંચાલિત ઓડિશા મિલ્ક ફેડરેશન (OMFED) પુરી મંદિરમાં ઉપયોગ માટે ઘીનો એકમાત્ર સપ્લાયર હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.
OMFED
- Advertisement -
તેમણે કહ્યું હતુ કે ભેળસેળની કોઈ પણ શક્યતાને દૂર કરવા માટે OMFED દ્વારા સપ્લાય કરવામાં આવતા ઘીના ધોરણો તપાસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. OMFEDની સાથે મંદિરના સેવકો જેઓ પ્રસાદ તૈયાર કરે છે તેમની સાથે પણ વાત કરવામાં આવનાર છે.
ભેળસેળયુક્ત ઘીના ઉપયોગનો દાવો કરાયો
મંદિરના સેવક જગન્નાથ સ્વેન મહાપાત્રા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે અગાઉ મંદિર પરિસરમાં દીવા કરવા માટે ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થતો હતો. તેમણે કહ્યું કે હવે તેને રોકી દેવામાં આવ્યું છે. અમે મંદિરના મુખ્ય પ્રશાસકને વિનંતી કરીશું કે અહીં વપરાતા ઘીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.
તિરુપતિ મંદિર વિવાદ બાદ નિર્ણય
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યા બાદ તિરુપતિ મંદિરમાં લાડુની ગુણવત્તા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમનો દાવો છે કે અગાઉની વાયએસઆરસીપી સરકાર દરમિયાન લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકો અને ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો.