ચોકલેટી બોય કાર્તિક આર્યન ફક્ત લુક્સમાં જ સારો નથી પરંતુ એક્ટિંગમાં પણ લોકોનું દિલ જીતી લે છે. ફિલ્મ ભૂલ ભુલૌયા 2ની જબરદસ્ત સક્સેસ કાર્તિકના ચાર્મ અને ટેલેન્ટને દર્શાવે છે. ભૂલ ભુલૈયા-2થી કાર્તિક આર્યને એક વખત ફરી સાબિત કરી દીધુ છે કે વગર ગોડ ફાધરે પણ તે પોતાના ટેલેન્ટના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી શકે છે.
- Advertisement -
કાર્તિક આર્યને વધારી ફી
કાર્તિક આર્યનની ફિલ્મે રિલીઝ બાદ 10 દિવસમાં જ 100 કરોડ રૂપિયાનો મોટો આંકડો પાર કર્યો છે. ફિલ્મને દર્શકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે ફિલ્મ એટલી સક્સેસફુલ સાબિત થઈ રહી છે તો કાર્તિકની ડિમાન્ડ વધવી પણ સ્વાભાવિક છે. જ્યાં મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ભૂલ ભુલૈયાની સક્સેસ બાદ કાર્તિક આર્યનને પોતાની ફિમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
https://www.instagram.com/p/CeK_3pHjiI8/
કેટલી ફી લેશે કાર્તિક?
એક રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યન પોતાની એક ફિલ્મ માટે પહેલા 15થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. પરંતુ હવે ભૂલ ભુલૈયા 2ને મળી રહેલા શાનદાર રિસ્પોન્સ બાદ એક્ટરે પોતાની ફિમાં વધારો કરી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક હવે એક ફિલ્મ માટે 35-40 કરોડ રૂપિયા ચાર્જ કરશે.
- Advertisement -