જૂનાગઢ મહાપાલિકાનો મહાજંગ શરૂ
કોંગ્રેસ પ્રમુખ ચૂંટણી લડશે, 150 જેટલા કોંગી ઉમેદવારોએે સેન્સ આપી ત્રણેય પક્ષ સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવારની શોધમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ મહાનગર પાલિકાનો ચૂંટણી જંગ શરુ થઇ ગયો છે.ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રણયે પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયયાની શરૂઆત કરી દીધી છે.અને ત્રણેય પક્ષ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની શોધ શરુ કરી છે.કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં 150 જેટલા ઉમેદવારોએ કોંગ્રેસ આગેવાનો સમક્ષ ચૂંટણી લાડવા દાવેદારી નોંધાવી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ વોર્ડ – 11માં ચૂંટણી લડવા હાઇકમાન્ડના આદેશ અનુસાર ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું જયારે આજે ભાજપ ચૂંટણી નિરીક્ષક દ્વારા ભાજપ પક્ષ માંથી ચૂંટણી લાડવા ઇછુક ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે.અને ચૂંટણી પ્રક્રિયા બાદ ઉમેદવારનો દડો હાઇકમાન્ડ પાસે રેહશે અને 1 થી 15 વોર્ડના ફાઇનલ ઉમેદવારનું લિસ્ટ થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે આમ ત્રણેય પક્ષ દ્વારા મહાનગર પાલિકા કબ્જે કરવા ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે.અને સારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
આજ રોજ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં આગામી મનપા ચૂંટણી અંતર્ગત ભાનુબેન બાબરીયા, કમલેશ મીરાણી અને જેન્તી કવાડીયા અને ઉદય કાનગડની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી આ સેન્સ પ્રક્રિયામાં ભાજપના અનેક આગેવાનો અને નેતાઓએ મહાનગર પાલિકાની ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી હતી.સવારથી ચૂંટણી સેન્સ લેવા આવેલ ભાજપના આગેવાનો દ્વારા વોર્ડ 1 થી 15ના ઉમેદવારોને સાંભળ્યા હતા જે ભાજપના કાર્યકર્તા અને આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે.તેના બાયોડેટા સાથે પ્રદેશ કક્ષાએ તેની વિગત રજુ કરવામાં આવશે અને ત્યાર બાદ ભાજપ હાઇકમાન્ડ થોડા દિવસોમાં ઉમેદવારોની લિસ્ટ પ્રદેશ કક્ષાએથી જાહેર કરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે, અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી મેયર પદનો ચેહરો પેહલાથી જાહેર કરીને ચૂંટણી લડી છે.ત્યારે આ 2025ની મહાનગર પાલિકાની ચૂંટણીમાં મેયર પદનો ચહેરો જાહેર કરીને ચૂંટણી લડાશે કે, પછી જો બહુમતી આવે પછી મેયર પદ જાહેર કરશે તે પણ એક સવાલો લોકો માંથી ઉઠી રહ્યા છે.ત્યારે આજ સાંજ સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલા લોકો કેટલા વોર્ડ માંથી દાવેદારી કરે છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જૂનાગઢ મહાનગર પાલિકામાં એકવાર કોંગ્રેસનું શાશન આવ્યું હતું ત્યારે પછી તેઓ એકપણ ચૂંટણીમાં બહુમતી આવી નથી ત્યારે આ વર્ષે કોંગ્રેસ દ્વારા અલગ રીતે ઉમેદવાર પસંદગીની રીત અપનાવી છે.જેમાં શહેરના 1થી 15 વોર્ડમાં બેઠકો બોલાવીને લોકો નક્કી કરે તેવા સ્વચ્છ ઉમેદવારને મેદાનમાં ઉતારશે ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજ જોશીએ ખાસ ખબર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એવા ચહેરાની પસંદગી કરવામાં આવશે કે, જે લોકોને પસંદ હોઈ બીજી એ વાત કરી હતી કે, પ્રદેશ કક્ષાએથી આદેશ મળતા હું પણ વોર્ડ 11માં ચૂંટણી લાડવાનો છું.જે ગત ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ વોર્ડ 11 માંથી ચૂંટણી લડ્યા હતા તે વોર્ડમાં ચૂંટણી લડીશ તેમ જણાવ્યુ હતુ.
કોંગ્રેસ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં 150 જેટલા વ્યક્તિઓએ ચૂંટણી લડવા માટે પોતાના દાવાઓ રજૂ કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસે જૂનાગઢ મનપાની ચૂંટણી માટે નિમણું કરેલા નિરીક્ષકોએ ભાજપને દાદાગીરી પૈસાના જોરે અને સત્તાના દૂર ઉપયોગના બદલે લોકસાહિ ઢબે ચૂંટણી લડવા પડકાર ફેંક્યો હતો. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટેની ગતિવિધીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ મનપાની ચૂંટણી માટે પુંજાભાઇ વંશ, વિરજીભાઇ ઠુંમ્મર અને રહીમભાઇ સોરાની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણુંક કરાઇ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ઉમેદવારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલી આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા 1 થી 1પ વોર્ડના ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેવા ઉમેદવારોને પસંદગી કરે છે તેના પર જૂનાગઢના નાગરિકોની મીટ મંડાઇ રહી છે. હાલ તો ત્રણેય પક્ષ દ્વારા મહાનગરપાલિકા કબ્જે કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.