ગેરકાયદેસર કોલસા, રેતી, કપચી તથા ખનિજનું ખનન અને હેરફેરમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લો ખનીજનો ભરપૂર ભંગાર હોવાના લીધે સૌરાષ્ટ્રના ખનિજ માફિયાઓની ડોળો સુરેન્દ્રનગર જીલ્લા પર હંમેશા મંડરાતો રહે છે તેવામાં હવે તો કડક અધિકારી તરીકે જાણીતા ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટનું રાજીનામું સ્વીકારતા ખનિજ માફિયાઓની હિંમતમાં પણ વધારો નજરે પડે છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી ખાતે ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન, સાયલામાં ચાલતી કલી કપચીનું ખનન, જ્યારે ધ્રાંગધ્રા ખાતે રેતી – પથ્થર અને લીમડી ખાતે રેતીના ખનન સામે હવે કોઈ બોલવા વાળું રહ્યું નથી જોકે અગાઉ પણ કડક છાપ ધરાવતા સિંહ જેવા ભૂસ્તર શાસ્ત્રીને રાજકારણીઓ દ્વારા મીંદડી બનાવીને બેસાડી દીધા હતા. પરંતુ સિંહની માફક ક્યારેક વરસના વચ્ચે એકાદ દિવસે પોતાની ફરજ કાયમ રાખી ગેરકાયદેસર ખનન પર ત્રાટકતા હતા પરંતુ હાલ હવે ભૂસ્તર શાસ્ત્રીનું રાજીનામું સ્વીકારી તેઓને ફરજ માથી મુક્ત કરતા જિલ્લાભરમાં ચાલતા ગેરકાયદેસર ખનન ધમધોકાર ચાલવા લાગ્યા છે. ત્યારે જિલ્લામાં ખનીજનો ભંડાર ચોરીને લઇ જતા ભૂમાફિયાઓ પ્રકૃતિને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે તેવામાં હવે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજના ક્યાં અધિકારી આવે છે ? અને ગેરકાયદેસર ખનન સામે તેઓની કેવી કામગીરી રહેશે ? તેના પર સૌની મીટ મંડાયેલી છે.