રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી બાદ પ્રદેશ ભાજપને નવા પ્રમુખ મળશે
– રાજ્ય સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણની શક્યતા
– મંત્રી મંડળમાં ચાર નવા ચહેરાઓનો સમાવેશ કરી શકે
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.10
- Advertisement -
ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનવાથી હવે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષને લઈને અટકળો ચાલી રહી છે. હાલના તબક્કે ગુજરાત ભાજપમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે રજની પટેલને જવાબદારી આપવામાં આવે તેવી ચર્ચા છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી બાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. પ્રમુખ અને સંગઠન મહામંત્રીઓની નિમણૂક પર સૌ કોઈની નજર છે. નવા પ્રદેશ પ્રમુખને લઈને અનેક નામ ચાચાઈ રહ્યા છે. જેમાં ઓબીસી જ્ઞાતિમાંથી પ્રદેશ પ્રમુખ બને તેવી પણ માહિતી સામે આવી રહી છે.જ્ઞાતિ સમીકરણ અને ઝોન પ્રમાણે જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરી અને રજની પટેલના નામ જ્યારે મધ્ય ગુજરાતમાં પ્રદીપસિંહ જાડેજા, જગદીશ વિશ્વકર્મા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, નામ ચર્ચામાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જ્ઞાતિ સમીકરણો આધારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની વરની થતી આવી છે. મુખ્યમંત્રી પાટીદાર હોય તો પ્રદેશ પ્રમુખની જવાબદારી ઓબીસી અથવા સવર્ણ જ્ઞાતિને સોંપવામાં આવે છે. ગુજરાતમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખની કાયમી વરની બાદ રાજ્ય સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
- Advertisement -
ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ચારથી પાંચ જેટલા નવા ચહેરાનો સમાવેશ થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કોંગ્રેસમાં ભજપમાં આવેલા અર્જુન મોઢવાડીયા અને સી.જે ચાવડાની પણ મંત્રી મંડળમાં સમાવેશ થયા તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સાથે સાથે ત્રણ ભાજપણ ચૂંટાયેલા ધારાસભ્યને પણ મંત્રી બનવાનો મોકો મળે તેવી માહિતી મળી રહી છે. જે મંત્રીઓનું લોકસભા ચૂંટણીમાં પર્ફોમન્સ સારુ રહ્યું નથી તેવા મંત્રીઓ બાબતે વિચારણા કરવામાં આવશે. સાંપ્રત મંત્રી મંડળમાં પણ 5 જેટલા મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.