ભારતમાં જન્મેલ લેખક અને બૂકર પ્રાઇઝ વિજેતા Salman Rushdie પર New York માં ચાકુથી હુમલો થયા બાદ હાલ તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. સંદિગ્ધ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.
ભારતીય લેખક અને બૂકર પ્રાઇઝ વિજેતા સલમાન રશ્દી પર અમેરિકામાં હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે થયેલ હુમલામાં એક કાર્યક્રમમાં જ્યારે લેખ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ આવીને ચાકુનાં ઘા કર્યા હતા અને લેખક ત્યાં જ પડી ગયા હતા. બાદમાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
હાલ સ્થિતિ નાજુક
હાલ તેઓની સ્થિતિ નાજુક છે. હોસ્પિટલમાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સર્જરી બાદ તેઓને એક આંખ પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ છે. સલમાન રશ્દીનાં એજન્ટ Andrew Wylie એ કહ્યું હતું કે લેખક હાલ બોલી શકે એવી સ્થિતિમાં પણ નથી.
સંદિગ્ધની હુમલાખોરની ધરપકડ
ન્યુયોર્ક પોલીસનાં જણાવ્યા અનુસાર હુમળનાં સંદિગ્ધ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ હાદી મેટર છે જે ન્યુ જર્સીમાં રહે છે. પોલીસે કહ્યું હતું આવી ઘટના લગભગ 150 વર્ષનાં ઇતિહાસમાં ક્યારેય નથી બની. અમે એફબીઆઈ સાથે મળીને કામ કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સૂલીવાને કહ્યું હતું કે, ”લેખક સલમાન રશ્દી પરનો હુમલો આઘાતજનક છે, તેઓની ઝડપી રિકવરી માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તેમની મદદ આવનાર લોકોનાં અને ઉમદા નગરિકોનાં અમે આભારી છીએ”
- Advertisement -
શુક્રવારની સવારે લેક્ચર આપતા પહેલા CHQ 2022 કાર્યક્રમ માટે મંચ પર જતી વખતે લેખક પર જીવલેણ હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, સલમાન રશ્દીની બુક દ સૈટેનિક વર્સિઝ (The Satanic Verses) ઈરાનમાં 1988થી બેન છે, કારણ કે કેટલાય મુસ્લિમો તેને ઈશનિંદા માને છે.
સૈટેનિક વર્સિઝ લખવા માટે રશ્દીને ઈરાન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચુકી હતી. ત્યારે આવા સમયે ધમકી મળ્યાના 33 વર્ષ બાદ શુક્રવારે સલમાન રશ્દીને ન્યૂયોર્કમાં એક મંચ પર ચાકૂના ઘા મારવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, દ સટેનિક વર્સિઝ અને મિડનાઈડ ચિલ્ડ્રન જેવી બુક લખીને ચર્ચામાં આવ્યા. તેમણે પોતાની બીજી નવલકથા મિડનાઈડ ચિલ્ડ્રનથી ખ્યાતી મેળવી, જેને 1981માં બુકર પુરસ્કાર મળ્યું હતું. તેમની મોટા ભાગની પ્રારંભિક નવલકથાઓ ભારતીય ઉપ મહાદ્વિપ પર આધારિત હતી. આપને જણાવી દઈએ કે, સટેનિક વર્સિઝ માટે તેમને તેમને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા રુહોલ્લા ખોમૈનીના ફતવાનો પણ સામનો કરવો પડ્યો હતો.