નગરયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ અને વિન્ટેજ કારનો કાફલા નીકળ્યો, નગરયાત્રામાં હજારો લોકો જોડાતા ગોંડલનાં રાજમાર્ગો ટુંકા પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ રાજવીનો રાજ્યાભિષેક અને રાજતિલકવિધી યોજાયા બાદ નગરયાત્રા નીકળી હતી. નગરયાત્રા હાથી, ઘોડા, ઊંટ અને વિન્ટેજ કારના કાફલા સાથે નીકળી હતી. નગરજનો નગરયાત્રા જોવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ રાજ્યનાં 17 માં ઉતરાધિકારી હિમાંશુસિહજીનો રાજ્યાભિષેક અને રાજતિલક વિધિ યોજાયા હતો. રાજ્યાભિષેક બાદ રાજવી પરંપરા મુજબ નગરયાત્રા નીકળી હતી. જેમાં એક હાથી, દશ ઘોડા, ચાર ઉટ, ત્રણ બગી અને ચાર ઘોડા સાથેની વિષેશ બગીમાં રાજવી હિમાંશુસિંહજી બીરાજશે. ઉપરાંત વીસથી વધુ વિન્ટેજ કારનો કાફલો જોડાયો હતો. દેશ વિદેશથી ઉદ્યોગપતિઓ, અનેક રજવાડાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
દરબારગઢથી નગરયાત્રાનું પ્રસ્થાન થયુ હતું. યાત્રા માંડવી ચોક, કડીયા લાઈન, ગુંદાળા દરવાજા, જેલચોક, ચોરડી દરવાજા અને ભૂરાબાવાના ચોરેથી પસાર થઈ હતી. મહારાજા હિમાંશુજીએ શ્રી રામ ભગવાનની આરતી કરી ફરી દરબાર ગઢ ખાતે નગરયાત્રા પૂર્ણ થઈ હતી. ભવ્ય ફટાકડાની આતસબાજી જોવા મળી હતી. ગોંડલ રાજ્યના નગરજનો નગરયાત્રા જોવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રૂટ પર મહારાજ ને જોવા માટે બાળકો, મહિલાઓ, વડીલો અને વૃધ્ધો જોવા માટે આવી પોહચ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોંડલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. વિશાળ નગરયાત્રામાં હજોરો લોકો જોડાયા હોય ગોંડલનાં રાજમાર્ગો ટુંકા પડ્યા હતા. ઉદ્યોગભારતી ચોક ભુરાબાવાનાં ચોરા સહીત ઠેરઠેર નગરયાત્રાનાં સ્વાગત સાથે રાજવીનું અભિવાદન કરાયું હતું. દ્વારકા શારદાપીઠાધીશ જગદ્ગગુરુ શંકરાચાર્યજીનાં શિષ્ય નારાયણ નંદજી, પરબધામ નાં પુ.કરશનદાસજી સહીત સંતો મહંતો, મોરબી, જામનગર, જશદણ, વાંકાનેર, રાજકોટ, વઢવાણ, ટેરા કચ્છ લીબંડી, બીલખા, ભાવનગર, વિરપુર, અચછરોલ રાજસ્થાન સહીત રાજવી પરીવારો, પુર્વ રાજ્યમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા, સાંસદ રમેશભાઈ ધડુક સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.